________________
આંતરવભવ
- સાધન ખરાબ નથી. સાધક સાધનને ઉપયોગ કરી જાણે તે જગતમાં બધાં જ સાધને એના વિકાસમાં સહાયક તો બની જાય. - બે પ્રકારના વિભવ છે, દશ્ય અને અદશ્ય. દશ્ય વૈભવ સહુને દેખાય છે, અદશ્ય વૈભવ બહુ થોડાઓને દેખાય છે. પણ દશ્ય વૈભવ એ અદશ્ય વિભવનું જ પરિણામ છે. •
સામાન્ય રીતે લોકો દશ્ય વૈભવને વધારવા માટે દશ્ય વસ્તુઓને સહારો લે છે અને એમાં નિષ્ફળ જાય છે, ન ફાવતાં નિરાશ થઈને બેસી જાય છે. પણ દુનિયાના દશ્ય વૈભવની પાછળ અદશ્ય વૈભવ કામ કરે છે તે જે જાણે તો તેઓ જીવનમાં જરૂર પ્રગતિ સાધી શકે.
દુનિયામાં શોધખોળના પરિણામે જે બહાર આવે છે, સ શોધનના પરિણામે જે પ્રાપ્ત થાય છે એ લોકોને દેખાય છે, છાપામાં આવે છે પણ જેણે–આવું સંશોધન કર્યું એણે અંદર કેટલી એકાગ્રતા કેળવી હશે, એ કેટલો ઊંડે શતર્યો હશે, એણ એ પ્રાપ્ત કરતાં પહેલાં અંદર કેટલી શક્તિ કેળવી હશે કે જેની દ્વારા વસ્તુ શોધી શકાઈ એ તરફ આપણું ધ્યાન નથી જતું. શું શેધ કરી એ ખબર પડે છે પણ શોધ કરનારે અંતરમાં શું શોધ કરી એની આપણે કદી તપાસ પણ કરતા નથી.
જે અંદર એકાગ્ર નથી બનતો, એકચિત્ત નથી બનતો, સંગીતમય અને સંવાદમય નથી બનતો તે કોઈ જ સર્જન નથી કરી શકતે. દુનિયાના મોટા વૈજ્ઞાનિકોએ જીવનને મોજ મજા કરવામાં, સિનેમા, નાટક અને કલબોમાં રખડવામાં ખલાસે નહોતું કર્યું. તેના જ પરિણામે આ નવસર્જન છે..