________________
૩૬
આંતરવૈભવ શું કામ લાગશે ? વિચારોને સડાવવા માટે ? જાણેલું કામ કામ નથી લાગતું, નુકશાન કરે છે, વિચારોની દુનિયામાં ખરાબ વસ્તુ નાખી દે છે.
દૂધના પાત્રમાં તેજાબનું એકાદ ટીપું નાખી દે તે શું થાય ? ટીપું એક જ છે પણ દૂધ બધું ફાટી જાય. પણ એ જ દૂધમાં છાશનાં બે છાંટા પડે તો કેવું સરસ દહીં બને, જામી જાય. દૂધ તમારું છે, બહારનું મેળવણ શું આવે છે એ જોવાનું છે.
હું ઓગણીસ વર્ષના હતા ત્યારે મારા પિતાએ એક સરસ વાત બતાવેલી. એ દીવાસળીની પેટી લાવ્યા. મને વિશ્વાસ હતો કે એ બીડી નથી જ પીતા. તેમ છતાં એમણે આ દીવાસળીની પેટી કેમ કાઢી ? એમણે દીવાસળી સળગાવી, એનાથી કાગળને ટૂકડો સળગાવ્યો. મને કહ્યું: “જોયું? આ કાગળને સળગાવતાં પહેલાં દીવાસળીને પિતાને સળગી જવું પડયું, બીજાને બાળતાં પહેલાં પોતાનું મોટું એને બાળી નાખવું પડયું. જે દીવાસળી પિતાના મોઢાને કાળું કરે નહિ એ કોઈને ય બાળી શકે નહિ. આટલું તું ધ્યાન રાખજે. હવે તારે ક્યાં જવું હોય ત્યાં જા.”
એમણે તો ગજબની વાત કરી નાખી, જીવનને આખે પાઠ આપી દીધે. જે વાતને સમજાવવા કેટલાં શાસ્ત્રો લખાયાં એ વાત match boxની નાનકડી દીવાસળીમાં કહી નાખી. હું તો વિચારતો જં રહ્યો.
વાત સાવ સાચી છે. દુનિયાને ખરાબ કરવા પહેલાં પોતાના મોઢાને ખરાબ કરવું પડે છે, દુનિયાને જલાવતાં પહેલાં પોતાને જલી જવું પડે છે. કોઈને કાળો ચીતરતા પહેલાં પોતાનું મેટું કાળું કરી નાખવું પડે છે.