________________
'૩૭
આંતરવૈભવ માણસ પોતાની અંદર વિચારોને ખરાબ કર્યા વિના પોતે ખરાબ બોલી શકતો નથી. ખરાબ બોલવા માટે અને ખરાબ કરવા માટે એણે પહેલાં અંદરની દુનિયાને ખરાબ કરવી પડે છે.
જે હિંસા કરે છે એ પિતાના આત્માની હિંસા કર્યા વિના બીજાની હિંસા નથી કરી શકતા.
- ભગવાને કહ્યું : “તું બીજાની નહિ પણ ખુદ તારી જ હિસા કરે છે. તું બીજાને નહિ, પણ તું ખુદ તને જ નુકશાન કરે છે.” • આ દુનિયામાં સુખ લાવવું હોય તે એકલી વાતોથી નહિ બને. અંદરથી પલટે લાવવા પડશે. ધર્મની ભાષામાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યજવા પડશે.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને લીધે કર્મબંધન છે અને કર્મ બંધનને લીધે જ આત્મા દુર્ગતિમાં જાય છે. ધર્મની આ કઠિન ભાષા દીવાસળીની ભાષામાં સરળ દેખાય છે પણ સત્ય એક જ છે.
વિચારમાં પલટો લાવ્યા વિના બહાર કદી પલટો લાવી શકાતો નથી. વિચારમાં પલટે કેમ આવે ? ધીરે ધીરે આવે છે. આજને આજ તમે સાંભળીને ઘરે જાઓ અને સંપૂર્ણ સુધરી જાઓ તેમ થવું કઠિન છે. ટેવ ઘણા વખતની છે, વિચાર અને સંસ્કારે ઊંડા તરી ગયા છે. - એક વિદ્વાને સાચું જ કહ્યું કે માણસની ટેવ elastic છે; વિજન roller નીચે દબાવે, સીધી કરવા પ્રયત્ન કરે પણ roller કાઢી લો એટલે એ ટેવ મૂળ સ્વભાવમાં આવીને ઊભી રહે. માટે જ સતત શ્રવણ, મનન, ધ્યાન, ચિંતન-આ બધાં સાધને બતાવવામાં આવ્યાં છે.