________________
૧૦
,
આંતરવૈભવ
કેટલાક લોકો પૂછે છે : “આ બધા ભભકાને લીધે તે અમે છીએ. આ બધું ચાલ્યું જાય તે અમે જ મટી જઈએ.”
એને અર્થ એ થયો કે સાધને વધતાં વધતાં એટલાં બધાં વધી ગયાં કે ખુદ સાધકને પોતાને જ દબાવી દીધું. આ તો કેવી ગજબની વાત કે ન કરે એટલા બધા વધી જાય કે શેઠને જ રહેવા માટે રૂમ ન રહે. જે સાધનો આપણું સુખ માટે, સગવડ માટે હતાં તે જ બંધન અને દુ:ખરૂપ બને. પૂજામાં હો કે જપમાં, જાત્રાએ જાઓ કે જ્ઞાનવાર્તા સાંભળવા જાઓ, ત્યારે પણ સાધને વચ્ચે આવી ડેકિયું કરી જાય; એ શું સૂચવે છે? સાને ગુમાવી માત્ર સાધનને સંગ્રહ કરવામાં જ સમગ્ર જીવન પૂરું કર્યું. વર્ષોના વધવા સાથે આંતરવૈભવ ધીમેધીમે ક્ષીણ થઈ રહ્યો છે.
સાધક, સાધન અને સાધ્ય આ ત્રણેનો વિચાર કરવાને છે. સાધક માણસ છે, સાધન એને મળેલા જગતના પદાર્થો છે અને જે તરફ જવાનું છે એ સાધ્ય છે.
સાધનેને વખેડવામાં સમય બગાડશે નહિ. કેટલાક લેકે આજના વિજ્ઞાનનાં સાધનાને વખોડતા જ હોય છે. “અરે ! વિજ્ઞાનનાં સાધનેએ સત્યાનાશ વાળ્યું !” કહીને જયારે અને ત્યારે એ સાધનેને વખોડતા જ હોય. સાધન ખરાબ નથી, સાધનને ઉપયોગ કરનાર સાધક કોણ છે એના ઉપર બહુ આધાર રહે છે.
વિજ્ઞાન શું છે ? વિજ્ઞાન તે માત્ર વસ્તુમાં રહેલું, તત્ત્વ secret બતાવે છે. ઉપગની રીત સાથે એને કાંઈ લાગે વળગે નહિ.
વિદ્યતુ એક શક્તિ છે. તમે એને સદુપયોગ કરે તો તમને પ્રકાશ આપે, પણ દુરુપયોગ કરો તો તમને જલાવી પણ નાખે.