________________
આંતરવૈભવ ન પડે, એની કબર પણ ઉપર બનાવો. જે ૮ વર્ષ સુધી નીચે ઊતરે નહિ તેને બિચારાને હવે છેલ્લે મરી ગયા પછી શા માટે ઉતારવો પડે !” - જે માટીમાંથી જન્મેલે માનવી એ માટીને અડે નહિ, જીવે ત્યાં સુધી એ માટીથી જુદો રહે અને જયારે મરવાને દિવસ આવે ત્યારે જ એ માટી પાસે જાય છે. આ સંસ્કૃતિ છે કે . વિકૃતિ? આજે દૃષ્ટિબિંદુ બદલાયું છે, કે ગગનચુંબી Skyscrapers અને અધતન સાધને તરફ દેડી રહ્યા છે.
હું સાધનને વિરોધી નથી પણ સાધ્ય ભૂલાઈ જાય એનો વિરોધી છું. સાધનની ભભકમાં તમારો સાધ્ય ચકાઈ ન જાય! જે માણસ સાધનોમાં અટવાઈ જાય છે અને સાધ્યને ભૂલી જાય છે એના હાથમાં માત્ર સાધન રહે છે. સાધ્ય વગરના સાધકનું જીવન નિષ્ફળ બને છે. મારે કહેવું એટલું જ છે, આ સાધનને ઉપયોગ તમારા સાધ્ય માટે કરો. તમે તમારા સાધ્ય તરફ વધારે તંગથી, વધારે એકાગ્રતાથી આગળ વધી શકે એ માટે જ તમારા આજના આ અદ્યતન સાધનેને ઉપયોગ કરે, જેથી તમારું સાધ્ય નજીક આવી શકે. માણસને સદા એ લક્ષ્ય હોવું જોઈએ કે મારે જીવનમાં કોઈક સાધ્ય છે. જે માણસને સાધ્યને ખ્યાલ ન હોય અને માત્ર સાધને જ ભેગાં કર્યા કરે તો એવી પણ પળ આવે કે સાધન ભેગાં થઈને સાધકને જ દાટી દે. દબાયેલો માણસ ઊંચે કેમ આવી શકે ? - માણસને થાય છે કે આટલે વ્યવસાય, આટલે ઉદ્યોગ, કેવી રીતે હું બહાર આવું ? પણ થયું શું ? જે સાધને સુખ માટે હતાં એ સાધને એ એને એવો પરવશ બનાવી દીધું કે હવે એ જે સાધનોને છોડે તે એ nowhere જે થઈ જાય, ક્યાંય ન રહે. એને થાય, હવે કરવું શું ?