________________
આંતરવૈભવ
બનવાનું છે ઘણાના જીવનમાં તે બીજ જ વવાયાં નથી, અને બગીચાના સ્વામી થઈ બેઠા છે. અલબત્ત ઊગ્યાં હશે થોરિયા, - કાંટાળાં ઝાડ કે સુગંધ વગરનાં કરેણ. એને માટે બગીચે માની બેઠા છે. થેરિયા, કાંટાળાં ઝાડ કે કરણ એ બગીચે નથી. બગીચે એ જુદી વસ્તુ છે. બગીચે થાય તો જીવન જ જુદુંબની જાય છે. આપણામાં જ્યારે અભીસાને છોડ લગી નીકળે . છે ત્યારથી એમ લાગે કે નવજીવન હવે શરૂ થાય છે.
અભીસા જાગતાં સામાન્ય જીવન જીવવું જ ન ગમે. અસામાન્યતાની ભૂખ જાગે છે. પાર્થિવ નહિ, પાર્થિવ બનવું છે. આ સ્થળ જીવનમાં દિવ્યત્વ પ્રગટાવવું છે. - - જીવનના બગીચામાં આવી ભાવનાના છોડ ખીલવા જોઈએ. આ જીવનવૃક્ષની નિશાની છે. ભાવનાની આ કંપળ જેમ જેમ વધતી જાય તેમ તેમ વૃત્તિ અને દષ્ટિ બદલાતી જાય.
થોડા વખત પહેલાં વિનોબા ભાવેને મળવા એક અમેરિકન આવેલા. વાતવાતમાં એમણે કહ્યું : “તમે તો પદયાત્રા કરી છે પણ અમેરિકા તો એટલું બધું પ્રગતિ કરી રહ્યું છે કે આવતા વર્ષોમાં એવાં મોટાં તોતિંગ મકાન તૈયાર થશે જેમાં જીવનની જરૂરિયાતો એ બિલ્ડિંગમાંથી જ પૂરી થશે. ૮૦ મે માળે જન્મેલો બાળક ૮૦ વર્ષ જીવે તો પણ એને નીચે ઉતરવાની જરૂર જ ન પડે એવી સગવડ અમે કરી આપવાના છીએ. કેટલો વિકાસ ! કેવાં અધતન સાધનોથી એ બિલ્ડિંગ સમૃદ્ધ હોવું જોઈએ એની કલ્પના તમે જ કરે !” વિનેબાએ હસીને એક જ વાકય કહ્યું : “૮૦ વર્ષ સુધી જીવે અને ૮૦ વર્ષ સુધીના જીવનમાં એ જન્મેલા માણસને જીવનભર નીચે તરવાને પ્રસંગ પણ ન આવે એવી રચના જો તમે કરી શકે તે એટલું જરા કરી છે કે માણસ જ્યારે મરી જાય ત્યારે પણ એને નીચે ઉતાર