________________
આંતરવૈભવ
વિદ્યુતું શું છે અને કેમ ઉત્પન્ન થાય છે તે બતાવવાનું કામ વિજ્ઞાનનું છે.
સારાં સાધનને ખરાબ ઉપયોગ થાય અને ખરાબ સાધનાને સારો ઉપયોગ પણ થાય. * ઘણા માણસો એમજ માની બેઠા છે કે સાધન જ ખરાબ છે. જે સાધન ખરાબ ન હોત તો સાધકને વાંધો ન આવત. આ એક સમજફેર misconception છે. એના જ કારણે સાધક સામે નજર નથી નાખતા પણ વીસે કલાક સાધનને જ વખોડ્યા કરે છે. • તમને જ પૂછું: “શું ધર્મનાં સાધને મારામારીમાં કામ નથી લાગતાં ? ” સાધનેને દુરુપયોગ કરવો હોય તે ધર્મનાં સાધનને પણ થઈ શકે. પાકા પૂઠાંમાં બાંધેલું, ધર્મનું પુસ્તક હોય અને આવેશમાં આવીને કોઈના ઉપર એથી ઘા કરે તે શું એનાથી માથામાં લોહી નીકળવાનો સંભવ નથી ? ચેપડી અહિંસાના પ્રવચનોની છે પણ ઘા કરે તો એથી પણ હિંસા થાય ને ? એવી જ રીતે તમારા હાથમાં ધર્મનું સાધન હોય અને ક્રોધમાં આવી એને છૂટું ફેકે તે એ સાધન વડે માણસને મરી જવાને પણ સંભવ છે.
અઢી હજાર વર્ષ પહેલાં એક દાખલો છે. રાણી પ્રભાવતી પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા જાય છે. જતાં પહેલાં દાસી પાસે પૂજાનાં કત કપડાં મંગાવે છે. એને લાલ દેખાય છે. રાણીએ દાસી ઉપર ઠંધમાં આવી હાથમાં રહેલ દર્પણને છૂટો ઘા કર્યો, દાસી ત્યાં જ ઢળી ગઈ. પૂજાનું સાધન હિંસાનું કારણ બની ગયું. - : સાધન કરતાં સાધક કોણ છે એ જુઓ. સાધકની દષ્ટિ મહત્વની છે.