________________
૧૨
આંતરવૈભવ મુંબઈમાં એક કાચનું કારખાનું ચાલતું હતું. મશીનરીમાં કાંઈક બગડ્યું અને મશીન બંધ પડી ગયું. મશીન જ્યાંથી લીધું હતું ત્યાં તરત ખબર આપી. જર્મન કંપની એ એરપ્લેનમાં ઈજનેરને મોકલ્યો. એ આવ્યો, મશીન તપાસ્યું, સાત દિવસમાં મશીન ચાલુ કરી આપ્યું, કારખાનું ચાલુ થયું. જતી વખતે કારખાનાના માલિકે ઈજનેરને માટી બક્ષિસ ધરી.
ઈજનેર કહે: “મારે આપની બક્ષિસ નહિ જોઈએ.” કેમ ?” “તમારી બક્ષિસ લઉં તે મારું મન લોભીયું થઈ જાય, લાલચુ થઈ જાય. મને તે મારી કંપની તરફથી પગાર મળે જ છે. એરપ્લેનનું ભાડું, અહીં હોટેલમાં રહેવાને ખર્ચ, બધું જ મળે છે. જે પગાર લઉં છું એ માટે મારે કામ કરવાનું છે.”
ઉદ્યોગપતિ સજન હતો, એને વધુ જાણવાની ઈચ્છા થઈ. પૂછયું: “મને એ ન સમજાયું. આમાં લાલચું કેમ થવાય ?” ઈજનેરે કહ્યું : “આજે તમે મને બક્ષિસ ધરી પણ કાલે બીજે ઠેકાણે હું કંપની તરફથી જાઉં અને માને કે એ મને બક્ષિસ ન આપે તો તે વખતે મનમાં વિચાર આવે કે પેલે ઉદ્યોગપતિ સારે હતો, માટી બક્ષિસ આપી અને આ ઉદ્યોગપતિ તે કંજૂસ છે, આણે કાંઈ જ ન ધયું! મારા મનમાં એક જાતને ખોટો વિચાર આવી જાય, મન ખૂટું પડી જાય.”
- પગને ખાલી ચઢી જાય તો એ ચાલતા નથી, નકામે થઈ જાય છે તેમ મનને ખાલી ચઢી જાય તો એ પણ ચાલતું નથી, નકામું થઈ જાય છે.
જેનારને થાય કે આ ભાઇના પગ તે બરાબર છે, કેમ જભા થતા નથી ? પણ અંદર ખાલી ચઢી ગઈ છે, ચાલતાં લથડિયાં ખાશે એની બહારનાને કયાંથી ખબર !