________________
૭૦
આંતરવૈભવ
મન તૈયાર ન હતું, થાકી ગયા હતા.
સામેથી ચર્ચાલ ભે થયો: “અરે, એમાં શું છે ? આપણે કઈ કમ છીએ?”
જેમાં એક હાર જોઈ, બીજાએ એમાં જ જીત જોઈ.
ઘણાખરા પરિસ્થિતિના દાસ બનીને, એને આધીન બનીને, પરિસ્થિતિના પ્રવાહમાં તણાઈ રહ્યા છે.
જે તણાય છે એ નદીના પ્રવાહમાં તણાતો તણાતો મહાસાગરમાં ફેંકાઈ જાય છે. જે તરે છે, મહેનત કરે છે એ જ કિનારે પહોંચે છે.
પરિસ્થિતિમાં તણાયા જ કરીશું તે શોક, ચિંતા, દુઃખ અને દુગતિમાં ફેંકાઈ જઈશું. પણ તરવાનો પ્રયત્ન કરીશું તો જરૂર પાર કરીશું.
અલબત્ત, બાવડા દુઃખશે, પાણીનાં મેજાના જબરદસ્ત ધક્કા ખાવા પડશે, ગુલાટ પણ ખાવી પડશે, પણ કિનારે જરૂર પહોંચાશે.
પુરુષાર્થથી તૈયાર થયેલ ચૈતન્ય જેમ માને છે કે હું આનંદમય છું તેમ માને છે કે હું જ્ઞાનમય પણું છું. .
ઘણાખરા માને છે કે આપણે તે અજ્ઞાની, આપણે કાંઈ જ જાણતા નથી, ભણુએ એટલું જાણીએ બાકી આપણામાં શું
‘હું અભણ છું, હું અજ્ઞાની છું, હું તુચ્છ છું. આ વિચારનું શું પરિણામ આવ્યું ? આજે કઈ કહે તો તરત જવાબ મળશે હું ભૂલી જઈશ, મને બહુ યાદ રહેતું નથી, લખી લેવા દે.'
જે પોતાને અજ્ઞાની અને ભુલકણે માને છે અને આ