________________
૭૧.
આંતરવૈભવ વિચારને ઘર કરવા દે છે એ લખી તો પણ એને યાદ નથી રહેતું. લખ્યું છે એ યાદ કરાવવા માટે પણ એને કે’કની જરૂર પડે ! - એક કૅફેસરે નક્કી કર્યું કે મારે કોઈ દિવસ કેઈના ય લગ્નમાં ન જવું. એને મિત્ર એને લમમાં જ મોયે, પૂછયું :
“તમે અહીં ક્યાંથી ?” “અરે ! તો ભૂલી જ ગયો કે મારે * લગ્નમાં નથી જવાનું. તમે કહ્યું ત્યારે યાદ આવ્યું !”
- ના, તમે હવે નવા વિચાર કરો. હું જ્ઞાનમય છું, હું અનંત જ્ઞાનને સ્વામી છું. મારી અંદર અનંત જ્ઞાન પડેલું છે; મારે એને બહાર લાવવું છે.
હીરામાં તેજ છે તે મારી અંદર જ્ઞાનને પ્રકાશ છે. આજે એ ઢંકાઈ ગયા છે, એને જ બહાર લાવવાનું છે.
કેવી રીતે બહાર લાવશે ? ચકમકની અંદર અગ્નિ પડ્યો છે. ચકમક હાથમાં લેશે તો કાંઈ નહિ દેખાય. પણ ઘસવા માંડશે તો એમાંથી અગ્નિની શક્તિ બહાર આવશે. - આપણામાં જ્ઞાન છે; એની ઉપર મોહનું આવરણ છે. જેમ જેમ પ્રયત્ન કરતાં જઈએ તેમ તેમ આવરણ ઘસાતું જાય અને અંદરનું જ્ઞાનતેજ બહાર આવતું જાય. - જ્ઞાન બહારથી નહિ, અંદરથી આવે છે.
જેવી રીતે ટેલિફોનમાં એક બાજુથી બીજી બાજુ અવાજ સંભળાય છે એમ માણસના મનમાં પ્રવાહ અને અંતરપ્રવાહનાં ઊછળેલાં મેજ સામા કિનારે પહોંચે છે. - જે ચૈતન્યની શક્તિ ઉપર દૃષ્ટિ રાખી કામ કરે છે, અનંત શક્તિઓને સ્વામી એ આત્મા પોતાનામાં તેમ જ સહુમાં