________________
૧૪
આંતરભવા છું એ કામની બધી જ પ્રક્રિયાઓ મારા જીવનની સાથે, પરંપરાઓમાં આવવાની છે.
એક માને ચાર પુત્રો હશે તો દરેકની ઈચ્છા, દરેકની જીવન-રીત, દરેકના ભાવ જુદા હશે. એનું કારણ શું છે? ગતજન્મથી આ જે સંસ્કાર લઈને આવેલો છે એ સંસ્કારો પ્રમાણે . એ બને છે.
કેટલીકવાર મોટો ખરાબ હોય અને નાને સારે હોય.'
મહાભારતને એક પ્રસંગ છે. શુકદેવને વ્યાસ કહે છે : તું સંસારમાં રહે, સંસારને અનુભવ કર અને પછી ત્યાગ કર. પણ શુકદેવ સાંભળતા નથી અને ચાલ્યા જાય છે. પુત્રને પકડવા વ્યાસજી પાછળ દોડી રહ્યા છે. રસ્તામાં સરોવર આવે છે. સરોવરના કિનારે કેટલીક કન્યાઓ સ્નાન કરી રહી છે. શુકદેવજી આગળ ચાલ્યા જાય છે, એની પાછળ થોડે દૂર વ્યાસજી આવી રહ્યા છે. શુકદેવજી સરોવર પાસેથી પસાર થયા, કન્યાઓ સ્નાન કરતી જ રહી. પણ વ્યાસ ત્યાં આવ્યા એટલે પેલી કન્યાઓએ જલદી કપડાં પહેરી લીધાં. અંગ ઢાંકી લીધું. વ્યાસે આ બન્ને પ્રસંગો જોયા. એમને થયું મારો યુવાન દીકરો પસાર થયો તો આ કન્યાઓએ કપડાં પહેર્યા નહિ અને મારા જેવા વૃદ્ધને જોઈ વચ્ચે કેમ પહેર્યા ? પાછા વળતાં કન્યાઓને પૂછયું : “જ્યારે મારો પુત્ર જતો હતો ત્યારે તમે નિઃશંક બનીને સ્નાન કરતી હતી પણ મને જોઈ તમે કપડાં કેમ પહેરી લીધાં ?”
આ સાંભળીને એક કન્યા હસી પડી. પૂછયું : “તમને ખાટું નહિ લાગે ?” “ના, નહિ લાગે.” “વિકારને સંબંધ વર્ષો સાથે નહિ પણ વિવેક સાથે છે.”