________________
આંતરવૈભવ
૧૫ શુકદેવના અંતરમાં જાત જાગી, વિવેક જાગ્યે, વિકાર માટે આ માનવ દેહ નથી; વિચાર માટે છે. એની દૃષ્ટિ વિકાસ અભિમુખ હતી. શુકદેવને અમારી સામે નજર નાખવાને પણ સમય નહોતું. પણ તમારા મનમાં કાંઈક જુદું જ રમે છે.”
અમે તમને પૂછીએ. તમને કેવી રીતે ખબર પડી કે શુકદેવ ગયા ત્યારે અમે કપડાં નહોતાં પહેર્યા અને તમે આવ્યા ત્યારે પહેર્યા ? તમે જ કહે ? તમારી નજર ક્યાં હતી ?”
વ્યાસને ખ્યાલ આવી ગયો. સુખદેવ એટલે જે સુખને દેવ છે, એને મન જીવન વિકાસ માટે નહિ, વિકાસ માટે છે.
વર્ષો વધતાં વિકારો ઘટે એમ નથી, વિવેક વધતાં વિકારો ઘટે. વિવેકને આ દીપક પ્રજવલિત થાય છે ત્યારે જ ખ્યાલ આવે છે કે મારું આ જીવન, મારી આ યાત્રા, મારે આ જન્મ, વિકાસ માટે છે, આંતરવૈભવને પામવા માટે છે, એની જ સિદ્ધિ માટે છે.
જયારે આ સાધ્ય જડી જાય છે પછી સાધક સાધનની પરવા કર્યા વિના સાધ્ય તરફ આગળ વધતું જાય છે.
માણસ સાધક છે, દુનિયાના બધા પદાર્થો સાધન છે અને દિવ્ય જીવન એ સાધ્ય છે. સાધક આ સાધનને ઉપયોગ : કેવી રીતે કરે છે જેથી એ પિતાના સાધ્ય તરફ આગળ વધી
શકે એને માટેનું આ ચિંતન છે.