________________
મનુષ્ય અને પશુને પારખવાની રીત જુદી છે. પશુની કિંમત એના બાહ્ય દેખાવથી, એની ઉમ્મરથી, એની દૂધ આપવાની શક્તિથી થાય છે. પણ મનુષ્યની કિંમત બહારથી નહિ પણ એના આંતરિક જીવનના વિકાસથી, એના વિચાર, ઉચચાર અને આચારથી થાય છે.
કપડાં અને ડિગ્રી ઉપરથી માણસનું મા૫ નથી નીકળતું. જેને આંતરિક દર્શન નથી એ માણસ જેમ જેમ ડિગ્રીઓ મેળવતો જાય, બહારનાં કપડાંની ટાપટીપ કરતાં જાય તેમ તેમ એ છલનાનું પ્રતીક બનતો જાય છે. એનાથી સમાજને અવર્ણનીય નુકસાન થાય છે.
વિભવ બે પ્રકારના છે ! બાહ્ય અને આંતરિક. દુન્યવી માનવોને એક જ વૈભવ દેખાય છે પણ જે ચિંતનની નજીક છે, વિકાસ ક્રમમાં આગળ વધેલા છે; જેમની અભીસા ઉચ્ચ પ્રકારની છે એમને બીજા પ્રકારનો વૈભવ દેખાય છે. પહેલા દશ્ય (visible) છે, બીજો અદશ્ય (invisible) છે.
ઘણીવાર સામાન્ય લાગે, શરીર ઉપર અલંકામાં કંઈ જ ન હોય તેમ છતાં એના સમાગમમાં આવે, એને શ્રવણ કરો, એનાં ઊંડાણમાં અવલોકન કરે તે થાય કે જીવનનું ઝવેરાત તો અહીં જ પડ્યું છે. આ ઝવેરાત મળી જાય તો આ દુનિયા તો સુંદર બને પણ આવનારી નવી દુનિયા પણ સુંદર બની જાય..