________________
આંતરવૈભવ
* જે પિતાના જીવનને સુંદર બનાવે છે એ જતાં જતાં દુનિયાને પણ સુંદર બનાવીને જાય છે.
આ સંસારને સુંદર નંદનવન બનાવવા માટે દરેક માણસે માળી બનીને પોતાનો છોડ રેપીને જવાનું છે. ગઈકાલની પેઢીના પ્રેમને આપણે આટલો બધે લાભ ઉઠાવ્યો હોય તો આવતીકાલની પેઢી માટે આપણે કાંઈક તો કરીને જવું જોઈએ ને ?
એનું નામ જ તર્પણ છે, શ્રાદ્ધ છે. પિતા પાસેથી લીધેલું છે તે હવે દીકરો નવી પેઢી માટે કાંઈ કરે એ જ ખરું શ્રાદ્ધ છે. કાગડાઓને જમાડવા, ભરેલાં પેટને વધારે ભરવાં એ કાંઈ શ્રાદ્ધ છે ?
શ્રાદ્ધ એટલે જે આચાર, વિચાર અને ઉચ્ચારને વારસો વડીલ પાસેથી મેળવ્યા એ વારસે જતાં પહેલાં આવતી કાલની પેઢીને અર્પણ કરો. - વર્તમાનના માનવીને હું ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચેને એક મણકે link કહું છું. એ પિતાના જીવન દ્વારા ભૂતકાળના વારસાને ઉજજવળ બનાવે છે અને આવતીકાલના માર્ગ પર પ્રકાશ પાથરે છે. ભૂતકાળ પાસેથી મેળવ્યું એ આચરી બતાવે છે અને આચરણ દ્વારા આવતી કાલની પેઢીને આપીને જાય છે.
મનુષ્ય માત્ર દેહને પિષવા, ઈન્દ્રિયોને તૃપ્ત કરવા, પિતાનું ઘર ભરવા માટે નથી આવ્યો; એણે તે કાંઇ આપવાનું છે. એ ક્યારે બને ? જેનું આંતરિક જીવન વૈભવપૂર્ણ, સમૃદ્ધ હોય એ માનવ જ દુનિયાને કંઈક આપીને જાય છે, એ જ લે સ્મૃતિમાં ચિરંજીવ બને છે. આવાં કેટલાં ય અજ્ઞાત નરનારીઓ હશે જેમનાં જીવનચરિત્ર નથી લખાયાં પણ જેમના આચાર, વિચાર અને ઉચ્ચારના પ્રકાશે આજે માનવજાત શાંતિથી, સુખથી જીવી રહી છે.