________________
૧૨૪
' આંતરવૈભવ
જે કપ્તાનની સામે સરસ chart હોય, એ દિશામાં નિૌકાયંત્ર ગોઠવી ધીમે ધીમે એ દિશામાં આગળ વધતો જાય છે. રાત અને દિવસ પથ કપાતો જાય અને બંદર નજીક આવતું જાય.
'કર્મવાદ સમજાય પછી દિવસો જાય, વર્ષો જાય અને આત્મા એના ધ્યેય તરફ નજીક અને નજીક આવતો જાય.
એના જીવનમાં નબળતા નહિ સબળતા છે, એના વિચારોમાં નિર્માલ્યતા નહિ, સંકલ્પબળનું દર્શન છે. જ્યાં સંકલ્પ છે. ત્યાં જ સાફલ્યતા છે.