________________
આંતરવૈભવ
૭૮
વાંચવાને વ્યવસાય કરત ખરા ? પોતે જ દુઃખી છે તે તમને સુખી કેમ કરે ?
- હું જ્ઞાનસ્વરૂપ છું, એ બળવાન વિચાર આવતાં જૂના અજ્ઞાનના સંસ્કારો નીકળી જશે અને અંદર રહેલો જ્ઞાનને સ્ત્રોત બહાર આવતે દેખાશે.
નિર્બળતા, થાક, કંટાળા, સતત આવતી આળસ-આનું મૂળ કારણ શું છે ? આત્મશક્તિનું વિસ્મરણ અને શારીરિક અશક્તિનું સ્મરણ. એક દિવસ માથું દુખે તો બીજે દિવસે પગ, ત્રીજે દિવસે શરીર દુઃખે તો ચોથે દિવસે બેચેની. મનથી સ્વીકારી લીધેલી આ પરિસ્થિતિ છે.
આત્મા તે તંદુરસ્ત છે, એને કોઈ રોગ નથી. રોગને સંબંધ શરીર સાથે છે, શક્તિને સંબંધ આત્મા સાથે છે. જેમ જેમ તમે દેહપ્રધાન બનતા જાઓ છે તેમ તેમ નિર્બળ અને રેગી બને છે. અને પછી તો તમે રોગમાંથી ઊંચા જ આવતા નથી.
રેગ આખર તો મનની જ પરિસ્થિતિ છે. - તમને ખૂબ ક્રોધ આવ્યો હોય, કોઈના ઉપર ખૂબ ખીજાઈ ગયા છે, ક્રોધની તમે જબરજસ્ત તાણ અનુભવી હોય અને એ જ કલહના વાતાવરણમાં રાત્રે તમે સૂઈ જા . સવારના ઊઠો ત્યારે સખત દુઃખાવાથી માથું ફાટી જતું હોય ત્યારે તમે કહે કે રાતના શરદી લાગી ગઈ એટલે માથું ફાટે છે! પણ તમે ભૂલી ગયા કે માથાનો દુ:ખાવો શરદીને લીધે નહિ પણ ગઈકાલના ક્રોધને લીધે છે. ક્રોધની અવસ્થામાં જ્ઞાનતંતુઓને વધારે પડતું જોર આપ્યું, ખૂબ દબાવ્યાં, તાણ્યાં, એને લીધે માથાને રોગ થયો. * * એ ક્રોધ ન કરે, સમતા રાખે, કહેવા લાયક વાત એક બે શબ્દોમાં કહી દે તે આ સ્થિતિ કયાંથી જન્મે ?