________________
હું અજ્ઞાની છું આ નિર્બળ વિચારને લીધે માણસની સ્મૃતિ ઓછી થઈ છે. એ યાદ રાખવાનું યાદ રાખી શકતો નથી. યાદ રાખતાં પહેલાં જ એ વિચારતો હોય છે કે મારું મગજ કાચું છે, મને યાદ નહિ રહે. “હું ભૂલી જઈશ” એ વિચાર જ તમને ભુલાવી દે છે.
પૂર્ણ શ્રદ્ધાથી વિચાર કે શા માટે હું ભૂલું ? મારી પાસે સુંદર મગજ છે, એવી કોઈ વાત નથી જે મને યાદ ન રહે. નકામી વાતો યાદ રહે છે તે કામની વાત યાદ કેમ ન રહે? હું જ્ઞાનસ્વરૂપ જ છું. જ્ઞાન એ મારા આત્માને મૂળ ગુણ છે. -
આમ વિશ્વાસ (confidence, વધતો જશે તેમ તેમ તમારું આત્મજૂરણ (intuition) પણ વધતું જશે.
સૂર્ય પહેલાં અરુણ આવે તેમ કાર્ય પહેલાં કારણ આવે.
આજે માણસનું વાચન વધારે છે, વસ્તુઓને સંગ્રહ ખૂબ છે, માહિતી ખૂબ ભેગી કરી છે પણ આંતરસ્કૂરણ ક્ષીણ થઈ રહી છે. એટલે જ એ જેવીઓ ઉપર, બેટા (bogue) માણસે ઉપર, જાદુમંત્ર કરીને ચમત્કાર કરનારા બાવાઓ ઉપર, સમયને અનુરૂપ મીઠું મીઠું બોલનારા ધૂર્તો ઉપર વધારે આધાર રાખે છે. ' " તમારે હાથ જોઈને એ જોષીએ શું કહેવાના ? એનામાં જો જીવન ભાખવાની શક્તિ હેત તે એ આવા પાંચ-પચાસ રૂપિયા માટે તમારા હાથ જોવા અને તમારી જન્મોત્રીનાં કાગળિયાં