________________
આંતરવૈભવ
એની ઉપર મોટો જબરજસ્ત પથર મુકાવી દીધા. વહેલી સવારથી માલિક બાજુની હવેલીમાં બેઠે બેઠે બધાને જોયા કરે. પાણું ભરવા જતાં આવતાં સ્ત્રી પુરુષો ઠેકર ખાય અને ગાળો દે. અને બબડયા કરેઃ “રસ્તા વચ્ચે કયા નાલાયકે આ પથરે નાખ્યો?” કોઈ વળી સારું દેખતો હોય તે બાજુમાં થઈને ચાલ્યા જાય. ઘણુએ ઠોકર ખાધી, ઘણા ગબડયા, કેટલાકે ગાળ દીધી, કેટલાક બાજુમાં થઈને ચાલ્યા ગયા.
એટલામાં ઈસપ પાણી ભરવા નીકળ્યો. એણે જોયું કે રસ્તામાં મોટો પથરે પડ છે. થયું “કો'કને વાગશે તો ?” વાસણ નીચે મૂકી પથરાને હલાવવા લાગ્યા. પથ માટે હતે. બાજુમાંથી જનારને એણે વિનવ્યાઃ “ દોસ્ત ! જરા મદદ કરશે ? હાથ આપશે ?” “કેમ? અમે કાંઈ મફતમાં મજૂરી કરનારા છીએ ?” ઇસપે જેર ' કરી એક જોરદાર આંચકો માર્યો, ત્યાં તો પથરે છળીને બાજુમાં જઈ પડયો. ખાડામાં જોયું તે અશરફીઓની થેલી!. - ઈસપ હસી પડયે. “સારું થયું પેલે મદદે ન આવ્યું !”
એટલામાં એના માલિક આવ્યા. “ઇસપ, આ અશરફીએ તારી છે, આજથી તું મારી ગુલામીમાંથી મુકત. ..આ ગામમાં માણસ કોણ છે તે જોવું હતું.”
લોકે કેવા એદી છે ? પડી જવું કબૂલ છે, દુઃખ સહન કરવું કબૂલ છે પણ કોઈને પુરુષાર્થ કરવો નથી. શ્રમ વિના સિદ્ધિ સંભવે ?
માણસે ઘણું છે પણ માણસ ક્યાં છે? પુરુષાર્થ વિના પુરુષ શેને? “માણસ” જ પુરુષાથથી અંદરની શકિતઓને બહાર લાવે છે.