________________
૭૫
આંતરવૈભવ * શાન અંદર છે, બહારનાં સાધને, બહારનાં નિમિત્તો એને મદદ કરે છે. - God helps those who help themselves.
ભગવાન તેને મદદ કરે છે જે પોતાની જાતને, પોતે મદદ કરવા તૈયાર થાય છે.
જે પોતાની જાતને તયાર કરવા માગતા નથી એને ભગવાન પણ મદદ નથી કરતા.
- તમે બેઠેલા હે, પગમાં ખાલી numbness આવી જાય, ઊભા થવા પ્રયત્ન કરે પણ ભા ન થઈ શકે તે બાજુવાળો શું હાથ નથી આપતે ? એ જાણે કે તમે ઊભા થવા માગો છે એટલે હાથ આપે છે.
પણ તમે આરામથી બેઠા છે તો કોઈ આવીને નહિ કહે કે ચાલે, તમને ઊભા કરું. - જે પિતે ઉપર આવવા માગતા હોય, એમને જ અદશ્ય શકિત મર્દદ કરે છે, પણ જે પિતે ઊભા થવા નથી માગતા એમને દુનિયાની કોઈ શકિત કે વ્યકિત મદદ કરતી નથી. - જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ, એકાગ્ર બનીને વિચાર કરીએ છીએ, આપણે વિશ્વબળને નિમંત્રીએ છીએ અને સ્વાગતથી બળ આવે છે. '
ઇસ ૫ ગુલામ હતો. એના માલિકને એક દિવસ વિચાર આવ્યોઃ “ગામમાં સાચો માણસ કોણ છે? કોણ પિતાની જાતને મદદ કરવા માગે છે ?'
'એ ગામના કૂવે એક સાંકડે રસ્તે જતો હતો ત્યાં એણે રાત્રે ખાડો ખોદાવીને અંદર અશરફીની નાની થેલી મૂકી અને