________________
આંતરવૈભવ બધા કહે છે કે પાણી મળતું નથી. પણ ચારે બાજુ નળ ખુલા હોય ને પાણી ચાલ્યું જાય તે જ્યારે પાણી જોઈએ ત્યારે ન જ મળે ને ?
આપણી શક્તિ પણ આજે એમ જ વહી રહી છે. આ દિવૃ એવામાં, સાંભળવામાં, બોલવામાં, ચિંતા કરવામાં, પારકા ભારે ઉઠાવવામાં, લોકોની પંચાત કરવામાં શક્તિઓ નષ્ટ થઈ રહી છે. પછી જોઈએ ત્યારે કયાંથી મળે ? "
આ શક્તિઓને કેન્દ્રિત કરવાની છે, એકાગ્ર થવાનું છે. જેમ જેમ શકિતઓ સંચિત થતી જાય છે તેમ તેમ આપણું સ્વામિત્વ પ્રગટ થાય છે.
લોકો માને છે કે જ્ઞાન બહારથી આવે છે. ના, બહારથી નથી આવતું. જે છે તે જ બહાર આવે છે. .
તમે પૂછશે એમ કેમ ? શાળામાં બધા વિદ્યાર્થીઓ ભણવા જાય છે. બધાને એક જ શિક્ષક ભણાવે, એક જ પુસ્તકમાંથી ભણાવે છતાં એક વિદ્યાર્થી ફર્સ્ટ કલાસ, એક સેકન્ડ કલાસ, એક થડ કલાસ અને કેક તે વળી ઊડી જ જાય છે. શું શિક્ષકે પક્ષપાત કર્યો? શું પુસ્તક જુદાં હતાં? ના. પહેલા નંબરે આવ્યો એણે એકાગ્રતાથી ભણવાનો પ્રયત્ન કર્યો અને અંદરની શકિતઓ બહાર આવી.
જે જ્ઞાન બહારથી જ આવતું હોત તે ચે પડીએથી, શિક્ષકથી, શાળાથી બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં એકસરખા ઉત્તીર્ણ થાત.
પણ પુસ્તકો એક હોવા છતાં, શિક્ષક એક હોવા છતાં વિદ્યાર્થીઓના અભ્યાસની અંદર અંતર પડતું જાય છે–એનું કારણ ઓતરેક શકતઓને વિકાસ જુદો છે. .