________________
આંતરવૈભવ
૬૧
દુઃખીને જોઈને કરુણાનું ઝરણું વહે. ચેતના અને ચિત્ત પ્રસન્ન હાય તે ધર્મધ્યાન અને શુકલધ્યાનને જીવનમાં નિવાસ થાય.
આ દુનિયામાં જે કાંઈ સારું અગર ખરાબ દેખાય છે એનું સર્જન પહેલાં માણસની મને ભૂમિમાં થાય છે. મને ભૂમિમાં જે થાય છે એ અદશ્ય છે પણ એ જ શાશ્વત છે, સાચું છે. - આ અદશ્ય જગતમાં જેની વાવણી કરીએ છીએ એનું જ પરિણામ એક યા બીજી રીતે જગતમાં દશ્યમાન થાય છે.
જગતને આનંદરૂપ જેવું હોય, તમારે આનંદરૂપ બનવું હોય તો પહેલાં તમારી મને ભૂમિને એક જ વિચારથી ભરી દો. હું આનંદમય છું. આનંદમાંથી પ્રાદુર્ભાવ છે અને આનંદમાં જ મારી પૂર્ણ નિર્વાણ સમાધિ છે.