________________
૨૦
આંતરવૈભવ
સારું જોવાની ટેવ પડી જાય પછી બધે સારું સારું જ જુએ. એને વિશ્વમાં, સર્વત્ર સુંદરતા દેખાય.
siloy! 21201 : Sow a habit and reap a character. ચારિત્ર્ય એ જીવનનું બંધારણ છે, જીવનનું અસ્તિત્વ છે. ટેવમાંથી સ્વાભાવિક રીતે ચારિત્ર્ય ઘડાય છે
' ચરણ : Sow a character and reap a destiny ચારિત્ર્યની વાવણું કરે તે ભાગ્યનું નિર્માણ થશે તમારું ભાગ્ય એ પેલો બિચારે જોષી શું લેવાને? તમે તમારું ઃ ચારિત્રય જાણે છે. ભાગ્ય તમારા હાથમાં જ છે.
વિચારને વાવીને આચરણ લીધું, આચરણને વાવીને ટેવ લીધી, ટેવને વાવીને ચારિત્ર્ય ઘડ્યું અને ચારિત્રયને વાવીને ભાગ્યનું નિર્માણ કર્યું. તમારા ભાગ્યના નિર્માતા તમે જ બન્યા ને ? તમારા સર્જનહાર તમારા સિવાત્ર કોણ છે?
વા વિચાર કે હું આનંદમય છું. તરત તમારા મોઢા ઉપર થોડાં થોડાં આનંદનાં કિરણે દેખાશે.
મોઢા ઉપર એકવાર આનંદ દેખાશે પછી ધીમે ધીમે આનંદમાં રહેવાની ટેવ પડશે. તમારી આંખોમાં, તમારા શબ્દોમાં, તમારા મુખ ઉપર આનંદ જ દેખાશે. પછી તમારું આખું ઘડતર આનંદમય બની જશે. - ભગવાને કહ્યુંઃ જે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં રહે છે એ નવા કર્મમળને સંચય કરતો નથી અને જૂના મળને ક્ષય કરે છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન શું છે? સદા પ્રમોદભાવમાં અને આનંદભાવમાં રહેવાનું.
સારાને જોઈને તમારામાં પ્રમોદને ઉછાળો આવે અને