________________
૪૪
આંતરવૈભવ તને સમાવેશ થાય છે. પહેલું સચ, બીજું શુભ અને ત્રીજું સૌંદર્ય.
આ પણ ઘણા કહે છેઃ “ચાલ, વિચારમાં, અમારા મગજમાં સત્ય, શુભ અને સૌંદર્યને રાખીશું પણ જીવન જીવવું છે તે અમને અસત્યને જાણવા દો, અશુભને જોવા દે અને અસુંદર શું છે એને અનુભવ કરી લેવા દો. જ્યાં સુધી અનુભવ ન કરીએ ત્યાં સુધી વસ્તુસ્થિતિ સમજાતી નથી. પદાર્થને સાચે અનુભવ કરવા માટે આ અનુભવ પણ કરી લઈએ.”
મારે એક જ પ્રશ્ન પૂછવાને છે. તમને એ કઈ માણસ મળશે જે જોતો હોય નીચે અને ચઢતે હોય ઉપર ? જે તળેટી તરફ જુએ છે એ શિખર તરફ કદી આગળ નહિ વધી શકે.
આજના યુવાનોમાં આ માન્યતા દેખાય છે. દુનિયાને જોઈ લેવા દે, દુનિયામાં ખરાબ શું છે એ પણ જરા જાણી લેવા દે. એકવાર ખરાબ જાણું લઈએ તો સારું શું છે એ જાણી શકીએ.
તળેટી તરફ મોઢું રાખીને શિખર તરફ જવાનો પ્રયત્ન કરે તે એ શિખરે તો નહિ પહોચે પણ એ નીચે ગબડી જ પડવાને.
જે વિચારમાં અસત્ય, અશુભ અને અસુંદર રાખે છે એ * જીવનમાં કદી ઉપર જઈ શકતા નથી.
તમારે દુનિયામાં જે લાવવાનું છે, જેનું સર્જન કરવું છે, એને પહેલાં મને સૃષ્ટિમાં લાવવું પડશે. જેમ જેમ મનસૃષ્ટિમાં એ ખીલતું જશે તેમ તેમ બહારની દુનિયામાં એનું પરિવર્તન આવતું જશે.
બહારના હજારો હથોડાથી પણ સુધરી ન શકે એ જે અંદરથી પરિવર્તન આણે બહારની બધી સુષ્ટિ વિના શ્રમે