________________
. આંતરવૈભવ
૪૫
સહજ રીતે પલટાવી શકે. વિચારોની શોધ કરનારો જ ખરે ક્રાંતિકારક છે.
* ક્રાંતિ એટલે શું ? એક રાજ્યને ખતમ કરી નવું રાજ્ય લાવવું, લાંબા કપડાંઓમાંથી ટૂંકા (mini) કપડાં પહેરવાં, હાથથી ખાતા હાઈએ તેના બદલે છરીકાંટાથી ખાવું- એ ક્રાંતિ છે?
સાત વર્ષ પહેલાં એક ભાઈ ભૂલેશ્વરમાં રહેતા હતા તે હમણ ફલેટમાં રહેવા આવ્યા. એ કહેઃ “મહારાજશ્રી ! તમે જોયું?
અમારા ઘરમાં ક્રાંતિ થઇ ગઈ છે.” ' મેં પૂછયું “થયું શું ?” કહે “અમે ભૂલેશ્વરમાંથી સીધા
અહીં બ્લામાં આવી ગયાં. નાના નાના ઓરડાઓને બદલે વિશાળ ઓરડા, એમાં આધુનિક modern ફર્નિચર, મોટાં મોટાં ઘડીઆળો, તમે આવીને જુઓ તો ક્રાંતિને તમને ખ્યાલ આવે ! પહેરવેશમાં, ખાવામાં બધે જ ક્રાંતિ.” '
આજે “ક્રાંતિ' શબ્દ કેટલો સસ્ત બની ગયો છે! કેવી અણસમજથી વપરાઈ રહ્યો છે!
- ઝારને મારી બોલશેવિઝમ લાવવું એને લોકો ભલે “ક્રાંતિ કહે પણ સાચી ક્રાંતિ માણસના માનસના પલટાથી આવે છે. • અંદર પલટો કરે તે બહારના જીવનના પ્રવાહને પલટો સહજ થઈ જાય. અંદરના પલટા સાથે બહાર પલટો થાય જ.
આજે અલૅપરી માં, વૈદકીય ક્ષેત્રમાં કે માનસશાસ્ત્રમાં શું કહે છે? વિચારે બદલો.
કેટલીય માંદગીઓનું નિદાન x-ray માં નહિ મળે તે વિચારોમાં મળશે.