________________
४६
આંતરવૈભવ વિચારોથી થાકી ગયો એ કહે કે હું બિમાર છું. અને બિમારીના વિચારોને લીધે ધીમે ધીમે બિમારીઓ વધતી જ જાય.'
ભગવાન મહાવીર, રામચંદ્રજી, ભગવાન બુદ્ધ એ બધી મહાન વ્યક્તિઓએ અંદરની દુનિયામાં પરિવર્તન આણ્યું અને બહારનું બધું પલટાઈ ગયું.
ગાડીને બીજે માર્ગે વાળવી હોય તો નીચે ઊતરીને ચારે ટાયરને ફેરવવાની જરૂર નથી; steering ને જરાક jerk આપો, બદલો અને ચાર પૈડાં એ રીતે ફરી જશે. . .
આ ડ્રાઇવીંગને અનુભવ એ જ વિચારોને અનુભવ છે.
વિચારેનું steering જેના હાથમાં બરાબર છે એ જે દિશામાં જીવન પ્રવાહને બદલવા માગે છે, એ દિશામાં એ પરિવર્તન લાવી શકે છે.
ઉપરની દુનિયામાં જવું હેય તે નીચી બાજુના વિચારોને જોવાનું બંધ કરવું જોઈએ, એવા મિત્રોને મળવાનું બંધ કરવું જોઈએ અને એવું વાચન પણું ન કરવું જોઈએ.
સત્ય, શુભ અને સૌન્દર્યના વિચારે જ માણસને કોગામી બનાવે છે.