________________
૪
આ જગતમાં જે કાંઈ વાસ્તવિક બને છે એની પહેલાં માણસની કુપનામાં એ વિચાર આકાર લે છે.
ચિત્રકારના મનમાં વિચારનું એક રેખાચિત્ર આકાર લે છે પછી જ એ હાથમાં પીંછી લે છે અને ફલક (canvas ) ઉપર ચિતરવાનું શરૂ કરે છે. શિલ્પીના મનમાં આકૃતિ આકાર લે છે ત્યારે જ એને પથ્થરમાં કંડારીને સાકાર કરે છે. . સર્જન પહેલાં મને ભૂમિકામાં થાય છે, પછી જગતમાં દેખાય છે. જે દશ્ય seen છે એની પાછળ અદશ્ય unseen કામ કરી રહ્યું છે. જે દેખાતું નથી એ કારણ છે. અને જે દેખાય છે એ એનું કાર્ય છે. કારણ શાશ્વત છે, કાર્ય નશ્વર transient છે.
પીંછી વડે દોરાયેલું ચિત્ર નાશ થાય પણ જેણે એ ચિત્રનું મનમાં સર્જન કર્યું એ આત્મશકિત કોઈ દિવસ નષ્ટ થવાની નથી. છે જે સુખી બન્યા, સમૃદ્ધિવાન બન્યા, પ્રથમ કક્ષા પ્રાપ્ત કરી એ પહેલાં વિચારોની દુનિયામાં તૈયાર થયા. " * માણસને આ જે આંતરવૈભવ છે.
- જેને સુખી બનવું છે, આનંદમય બનવું છે એ પોતાના વિચારમાં એવો બને, એને લાગવું જોઈએ કે હું આનંદમય છું. જ્યાં સુધી પોતાના વિચારોમાં પોતે આનંદમય છે એને અનુભવ ન કરે, એ જ ધૂનમાં જ્યાં સુધી એ વિચરે નહિ ત્યાં સુધી એ આનંદમય કેમ બની શકે ?