________________
આંતરવૈભવ
તો સતત આગળ વધવાનું છે, એ તે યાત્રિક છે. જયાં સુધી આપણું જાત નિર્મળ અને ઉજજવળ ન બને ત્યાં સુધી અં યાત્રા ચાલુ રહેવાની. આ જાત દિવ્ય બનતાં અંતરમાં જે અલૌકિક શાંતિ, સુખ અને આનંદની અનુભૂતિ થાય તે વર્ણવી. ન જાય. તે માટે સાધનાની જરૂર પડે છે.
તમે જાણે છે કે મહિને પાંચસોથી હજાર રૂપિયા મેળવવા માટે છવ્વીસ દિવસ સુધી શેઠની ઓફિસે બરાબર દસથી સાંજના છ સુધી કામ કરવું પડે છે, ત્યારે આખા મહિનામાં શુ મળે છે ? માત્ર પાંચસે કે હજાર રૂપિયા. . - આપણે પરમજીવનની પ્રાપ્તિ કરવાની છે. એને માટે કાંઈ કરવાનું નહિ? શું એમ ને એમ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય.
માનવી છલનામાં પડ્યો છે. જરૂર પડે ત્યારે તહેવારને દિવસે મંદિરે જાય, લોકલાજની ખાતર ડું દાન દે અને આત્મસંતોષ મેળવે. આ આત્મસંતોષ તો એક જાતની ઊંઘ છે. જાગૃત બનીને વિચારે તે ખ્યાલ આવશે કે ખરેખર, શું આટલેથી જીવન દર્શન થશે ? જે જીવનને પામવા માટે સાધના કરવી પડી એ શું આમ જ પ્રાપ્ત થશે ?
| તિલકના પૂતળાને પ્રસંગ યાદ આવે છે. મુંબઈની : મ્યુનિસિપાલિટીએ નક્કી કર્યું કે પાટી ઉપર તિલકનું પૂતળું મૂકવું. ઘણા શિલ્પીઓને બોલાવ્યા, એમાંથી એક શિલ્પી, જેણે ઘણું વર્ષો સુધી સાધના કરેલી તેની પસંદગી કરી અને તેને આ કામ સંપ્યું. શિલ્પીએ પહેલાં તિલકનું માટીનું model બનાવ્યું. સુધરાઈએ બે સભ્યોને model જેવા મોકલ્યા. આવ્યા. તિલકનું પૂતળું જોયું, મે જોયું, સમસ્ત આકૃતિ જોઈ, ખુશ થયા. આબેહૂબ જાણે શ્રી તિલક જ ઊભા જોઈ લે. પછી