________________
૧૨૨
આંતરવૈભવ
નિર્બળ વાક્યો નહિ બોલો. પછી તો પ્રાર્થના કરશેઃ “પ્રભે ! મને તું પ્રકાશ આપ. રસ્તો કાપવાનું કામ મારું છે. મારો રસ્તો જો નહિ કાપું તો બીજું કણ કાપશે ?”
લોકો વિમાનની વાટ જોઈને બેઠા છે. જે નરસિહ મહેતા માટે વિમાન આવ્યું તે મારે માટે કેમ નહિ ? હું ગમે તેવા . ધંધા કરું પણ એકવાર તિલક કરી ધૂન લગાવીશ તે વિમાન જરૂર આવશે.
એરણકી ચોરી કરે, દિયે સાયકો દાન; ઉપર ચઢકર દેખતો, કબ આવે વિમાન ?” એમ વિમાન નહિ આવે. એવા ભ્રમમાં ન પડશે. જીવનના પરમતોને જાણુને તમારે માટે શું શકય છે, શું કરી શકાય તેમ છે તે જાણું લે.
રાજ્ય છોડયા પછી ભતૃહરી બેઠા બેઠા ગેડી સીવી રહ્યા હતા ત્યાં સાંજ પડી ગઈ. સેચ દેરામાંથી સરકી ગઈ. ઉંમરને લીધે આંખોનું તેજ ઓછું થઈ ગયું હતું. પ્રકાશ એ હતો, ભર્તૃહરીને સેય પવવી હતી. એટલામાં ત્યાંથી લક્ષ્મીદેવી પસાર થતાં હતાં. પૂછયું : “ભતૃહરી ! આ શું ફાટેલી ગોદડી સાંધે છે ? લે, આ નવી રેશમી ગોદડી લઈ લે, ભતૃહરીએ કહ્યું: ‘મારે તમારી ગોદડી નથી જોઈતી. મારે તો મારી જ ગાદડી સીવવી છે”
લક્ષ્મીદેવીએ ખૂબ આગ્રહ કર્યો પણ ભર્તુહરી અફર રહ્યા.
અંતે થાકીને દેવીએ કહ્યું: “હું ખાલી હાથે કેમ જાઉં ? બેલો, તમારે શું જોઈએ છે? કંઈક તો માગે જ.”
લો, આ સમયમાં દોરો પરોવી આપો !” “શું કહો છો ? માગી માગીને આ માગ્યું ?” .