________________
૨૧
આંતરવૈભવ જાય પણ પાચનશક્તિ digestive capacity ઓછી થઈ જાય. - જે આચરણ દ્વારા પરિવર્તન આવે છે એ માત્ર ભાષણથી કે લખાણથી નથી આવતું.
ભગવાન મહાવીર અને બુદ્ધના સમયમાં જે પરિવર્તને દેખાયાં એનું કારણ જીવંત આચરણવાળી આદર્શ વ્યકિત લોકો સમક્ષ ઊભી હતી.
આજે ચૂંટાવવા માટે નેતાઓ સદાચાર, સત્ય અને પવિત્રતાની વાતો કરે છે પણ આચરણ સાથે એને શું લાગે વળગે ?
Drinking wine za preaching water 37 VaaHi પરિવર્તન નથી લાવી શકતું. જે સત્ પુરુષ છે, સદાચારી છે એના આચરણને પ્રતિધ્વનિ એમની પાછળ આવનારાઓમાં પડે છે. ધ્વનિનો જ પ્રતિધ્વનિ છે, આચરણને પડઘો પડવાને છે. ધર્મગુરુએ કહ્યું “અહિંસાને પ્રચાર કરવા દૂરદૂરના પ્રદેશમાં જવાનું છે. ડુંગરાળ પ્રદેશની પેલી પાર પગપાળા જવાનું છે. પ્રતિકૂળતાને સાથી સમજીને જવાનું છે.”
એક શિષ્ય થયે, નમન કર્યું અને કહ્યું “ગુરુદેવ! મને આજ્ઞા આપે.” “વત્સ ! આ પ્રવાસ એ તપશ્ચર્યા છે. માર્ગમાં ઘસારે એટલે લાગશે કે તારાં જીવનનાં રપ વર્ષ ઓછાં થઈ જશે.
આ વાર્તાલાપ બગીચામાં ચાલી રહ્યો હતો. બાજુમાં ગુલાબના છેડા ઉપર એક સુકુમાર પુષ્પ ખીલ્યું હતું. શિષ્ય કાંઈ ન બોલતાં માત્ર નજર પેલા પુષ્પ પર માંડી. ગુરુ સમજી ગયા. કહ્યું:
જા વત્સ! હું તને આશીર્વાદ આપું છું.” - પુષ્પ કેટલું જીવે છે ? પણ જેટલું જીવે છે એટલામાં સુવાસ,