________________
૨૦
આંતરવૈભવ
કલહ કર્યો તેથી કે ઈષ્યને લીધે મનમાં બળતરા ઊભી થઈ તેથી ? કોઈનું શુભ જોઈને મનમાં અશુભ વિચાર જાગ્યા તેથી કે ખેરાકના નિયમોનો ભંગ કર્યો તેથી ?' આ શોધવાને બદલે એનેસિનની ગોળીઓથી પતાવો તો લાંબે ગાળે ફરી ઉથલો મારશે જ.
એમ દુર્ગણમાં તાત્કાલિક સહાય આપવાની શકિત છે પણ ચિરકાળ નહિ. બેચાર વાર સફળતા મળી જાય પણ અંતે તો . તે નિષ્ફળ જાય જ છે. | દુર્ગણે દુનિયામાં ફાવતા દેખાશે, મોટી ગાડીઓ લાવતા દેખાશે, પ્રતિષ્ઠા અને ઈજજત પણ અપાવતા દેખાશે, પણ એ તાત્કાલિક શકિત છે. લોકોને તાત્કાલિક શકિતઓને મોહ છે , એટલે સૈકાલિક શકિતઓ સામે દૃષ્ટિ જતી નથી.
જેઓ આંતરભવના સ્વામી છે તેઓ તાત્કાલિક લાભ લેતા હોવા છતાં એમની અસીમ શ્રદ્ધા સૈકાલિક તરફ છે.
લોકો જ્યારે હિંસક યજ્ઞ, સોમપાન અને ઘતમાં ચકચૂર બન્યા હતા ત્યારે એક ધર્મ ગુરુએ પિતાના શિષ્યોને કહ્યું : “જુઓ, આજે ચારે બાજુ સેમપાન, હિંસા, છૂત-બધું વધી ગયું છે એની સામે તમારું ચારિત્રમય અને તપોમય જીવન જ કામ લાગશે. ઉપદેશ નહિ, આચરણ કામ લાગશે. પુસ્તકે મોકલવાથી નહિ, તમારા જવાથી પ્રકાશ પથરાશે.”
માત્ર પુસ્તકોથી માણસ સુધરી જતો હોત તો હિંદુસ્તાનના દરેક છાપામાં દર અઠવાડિયે એક પાનું ધર્મને માટે રાખેલું હોય છે. તે રેજ છાપાં વાંચનારા બધા જ માણસે સારા થઈ ગયા હોત !
એટલું વાચન કાંઈ કામ નથી કરતું. એ વ્યસન બની જાય છે. એનામાં વાચનશકિત reading capacity વધી