________________
૨૨
- -
આંતરવૈભવ સુકુમારતા અને સૌંદર્ય સરજીને એ ચાલ્યું જાય છે. થોડું જીવવા છતાં એ અંતરને વૈભવ વહાવી જાય છે.
પુષ્પને આંતરવૈભવ છે સુવાસ, સુકુમારતા અને સૌંદર્ય એ સમજે છે કે આંતરવૈભવ વહાવ્યા પછી વધારે પડતું જીવવાની ઈચ્છા એ જીવનની મૂછ છે.
આ વિચાર જીવનમાં આવે તે સમાજના વૃદ્ધ, પ્રાજ્ઞ, અનુભવી પુરુષોને લાભ ઘરને, સમાજને, દેશને મળે. પણ માણસ એમ વિચાર કરે કે યુવાનીમાં પૈસા પેદા નથી કરી શક્યો અને હવે તક મળી છે તે હું સંચય કરી દીકરાઓને દેતો જાઉં, પેઢીને વધુ સમૃદ્ધ કરતો જાઉં, તો એ માણસ દીકરાઓને પૈસાને બદલે દુર્ગણે જ આપતો જાય છે. જીવનની અંતિમ ભૂમિકાના પ્રત્યાઘાતો સમાજના માનસ ઉપર પડે જ છે.
શું પુષ્પ આપી શકે એના કરતાં માણસ. વધારે ન આપી શકે ? પુછ્યું તો એક જ સ્થાનમાં આપે છે પણ માણસ તે યાત્રી, પ્રવાસી છે. એ પોતાના વિચારની સુવાસ, આચરણની સુકુમારતા અને જીવનનું સૌંદર્ય જ્યાં જાય ત્યાં આપી શકે.
કેટલાય પુરુષ જીવંત પુસ્તકાલય જેવા હોય છે, એમનું આચરણ આદર્શરૂપ હોય છે. આવા પુરુષ જ્યાં જાય ત્યાં પિતાના આંતરવૈભવને વહાવતા હોય છે.
જે વૈભવ દશ્ય છે એ સહુની નજરે આવે છે પણ જે અદશ્ય છે એને જોવા માટે તે બીજી વસ્તુની સહાયતા લેવી પડે છે. Bacteria અદશ્ય નથી. પણ એટલા ઝીણુ છે કે સૂક્ષ્મદર્શક કાચ magnifying glassથી જ દેખાય. • -
ધ્યાનની, અંતરઅવલોકનની સહાયતા લઈએ તો જ આ વસ્તુ દેખાવા માંડે છે.
આપણું સૂક્ષ્મ તત્વ અમુક પળમાં આપણને સૂચના