________________
ધન્ય પળ
ચન્દ્રની ચાંદની કુમુદના હૃદયને ખેલે છે તે સૂર્યનાં કિરણે કમળના હૈયાને ઉઘાડે છે પણ પૂ. ગુરુદેવ શ્રી ચિત્રભાનુ મહારાજશ્રીની વાણી યુગયુગથી બિડાયેલાં માનવહદને વિકસાવે છે. એમની પ્રેરક પ્રેમાળ વાણીથી આજે કેણ અજાણ્યું છે? એમની વાણી સાંભળવી એ જીવનની સર્વોત્તમ પળ છે. આ પ્રભાવક વાણીએ હજારે નહિ, લાખે હૃદયને માનવતા અને અહિંસાના પ્રકાશથી ભય છે.
પૂ. ગુરુદેવશ્રીનું સં. ૨૦૨૪નું ચાતુર્માસ પાટી શ્રી કલ્યાણ. પાર્શ્વનાથના ઉપાશ્રયે હતું. પ્રવચનમાં શ્રોતાવર્ગ વધતે જ ગયે. ચાલુ દિવસોમાં પણ પ્રવચનખંડ સાંકડે પડવા લાગે. રવિવારનું તે પૂછવું જ શું ? મૂંઝવણ હતી. - શ્રી મહેતા કુટુંબ પૂજ્યશ્રીની ભકિત માટે જાણીતું છે. એમણે આવીને પૂજ્યશ્રીને વિનંતી કરી: “અમારું રોક્ષી થિયેટર આ માટે ન ચાલે ? ગુરુદેવ ! સહુનો સ્થાન આપ આપનાં પગલાંથી પાવન કરો તે અમારું આ સ્થાન પાવન ન કરે?
આંતરવૈભવની પ્રવચનમાળા રેક્ષીમાં શરૂ થઈ. ખુરશીઓમાં સમાવા ઉપરાંત વધતા જતા શ્રોતાઓને શક્ય એટલી બધી જ સગવડ મહેતા બંધુઓએ આપી. ઉપરની ગેલેરીમાં, નીચે ગાલીચા બિછાવીને શ્રોતાઓને