________________
આંતરવૈભવ
૫૫
કેટલાક કહેઃ “તમે જે છે તે ખરા ! એક દિવસ એવું જીવીશ જાણે સ્વર્ગ.' કહ્યું : જે આજ નથી જીવતો તે કયારે જીવવાને ?
જે ભવિષ્યમાં કરવાની દૃષ્ટિ રાખીને બેઠા છે એ વર્તમાનમાં, પિતાની પાસે જે ક્ષણે છે એને પેલા ભિખારીની જેમ દુરુપયોગ કરી રહ્યા છે.
સુખ અંદર શોધવાનું છે. શોધવા માટે નક્કી કરો કે હું આનંદમય છું. આ વિચારને મુખ્ય સિદ્ધાંત (fundamental principle) તરીકે સ્વીકારવાને છે. સ્વીકાર્યા પછી જ આગળ વધી શકાશે. જ્યાં સુધી આ વિચાર તમારા મનના ઊંડાણમાં બેસે નહિ ત્યાં સુધી આગળ નહિ વધી શકાય. ગાડી ત્યાં જ અટકી જાય છે.
ગાડીનાં આગલાં પૈડાં (wheel) આગળ માટે પથર. મૂકી દો અને પછી ગાડીને ચાલુ start) કરે તો ગાડી start જરૂર થાય ,પણ આગળ વધે નહિ. એમ આપણે આપણા વિકાસના માર્ગમાં પહેલાં જ એક દુઃખને પથરો મૂકી દીધે છે. માની લીધું છે કે હું પાપી છું, હું દુ:ખી છું. ખલાસ ! હવે આગળ નહિ વધી શકાય.
* જયોતને ચીમની સાથે કાં સરખા ? અંદરની જાત તે ઊજળી જ છે, ચીમની કાળી થઈ ગઈ છે. ચીમનીને જયોતની સાથે એક ન કરે. ચીમની એ મન છે, વાસના છે, વૃત્તિ છે. ત્યાં મેંશ જામી જાય છે. જે તને તો કોઈ અડતું નથી. જયોતને જે અડવા જાય એ જ જલી જાય છે.
આપ સહુમાં આ આત્માની જયોત છે. એને કઈ કાળી કરી શકે એમ નથી.