________________
૫૮
આંતરવૈભવ જોઈએ ? અરે! કલ્પનાને પણ આનંદ છે, વિચારેને પણ આનંદ છે, બીજ વાવ્યાને પણ આનંદ છે.
તમારે તમારા વિચારોના ક્યારામાં સુંદર વિચારને વાવવાને છે. વિચાર વાવે છે અને કાર્ય બને છે. તમારી દરેક ક્રિયા પાછળ ભાવ કામ કરે છે.
જેના વિચારે ખરાબ હોય પણ કાર્ય સારું દેખાતું હશે તે ત્યાં દંભ હશે, એ કામ બહુ લાંબુ નહિ ચાલે.
જે જાતના તમે બેઠા બેઠા અંદર વિચાર કરે છે એ જ જીવન છે. પછી ભગવાન પાસે જાઓ, ગુરુ પાસે જાઓ કે યાત્રાએ જાઓ, ગમે ત્યાં જાઓ, તમારા વિચારો અંદર ઊગી જ રહ્યા છે.
unox 3129: Sow an action and reap a habit.
માણસ મોટે ભાગે ટેવ પ્રમાણે જીવી રહ્યો છે. સારી ટે સારા માર્ગે લઈ જાય છે. ખરાબ ટેવને લીધે એ નકામે બને છે. નિયમિત ઊઠવાની, પ્રાર્થના કરવાની, સારા વિચારે કરવાની, સારું બોલવાની, સારું આચરણ લાવવાની ટેવ પાડવી હોય તે કાર્ય વાવો. સતત કરાતાં કાર્ય ટેવ બની જાય છે. પછી સહજ રીતે જ એમ જીવાય.
ઘણા પથારીમાંથી ઊઠે, શુદ્ધ થાય, હાથ જોડી પરમાત્મા સાથે એકતાર થઈ જાય, અંતર ખેલીને પ્રકાશને અવકારે. આ શું છે? Habit છે, ટેવ છે.
કેટલાકને કહે: પ્રાર્થનામાં આવે. કહે ? “અરે, આ તે માથાના દુઃખાવા જેવી વાત છે. આજના આ આધુનિક