________________
૪૦
આંતરવૈભવ નથી. એ મારી બાજુમાં જ રહે છે, મેં એને અઢી ર્ડોલર આપ્યા હતા પણ એ હવે આપી શકે તેમ નથી.”
લિંકને કેસ લીધો અને પછી પેલાને બેલા, પૂછયું, તે કહેઃ “સાહેબ, હું તો ગરીબ માણસ છું. મેં તો એને અઢી ડૉલર ક્યારના ય આપી દીધા. મને નમાવવા માટે, મારા ઉપર કેસ કરવા માગે છે. ”
અસીલને બોલાવીને લિંકને કહ્યું: “હું તમારો કેસ લઢીશ. ખરે પણ મારી ફી જાણે છે ને ?” “કેટલી ફી ?” “દસ ડોલર.” “અઢી ડૉલરના કેસ માટે દસ ડોલરની ફી ?”
માણસના મનમાં અભિમાન અને મોટાઈને પવન ભરાય પછી એ ગમે તે આપવા કે ફના કરવા તૈયાર જ હોય છે.
કબૂલ છે. પણ, એ માણસ પૈસા આપી શકે એમ નથી. એટલે એ જેલમાં જ જવો જોઈએ.” દસ ડોલર લઈ, કેસની હકીકત લઈ એને છૂટો કર્યો.
- લિકને પેલા ગરીબ પાડેશીને બોલાવ્યો. “લે, આ પાંચ ડોલર લઈ જા, આમાંથી અઢી ડોલર એને આપી એની પાસેથી રસીદ લઈને મને આપી જજે, જો ”
પેલે રાજી થતા પાંચ ડોલર લઈ પેલાને બારણ શો રહ્યોઃ “શેઠ, આ તમારા અઢી ડેલર લઈ લે અને મને રસદ, લખી આપે. મારે તમારી સામે લઢવું નથી. હું ગરીબ માણસ તમને કેમ પહોંચે ?” રસીદ લઈ જઈ લિંકનને આપી. - બીજે દિવસે પેલા અસીલ શેઠ ગાડીમાં આવ્યા. “વકીલ સાહેબ ! હવે આપણે કેસ નથી લડવે.” “કેમ?” “હવે જવા દો.” લિંકને પેલી રસીદ આપી અને કહ્યું: “આ લે.”