________________
આંતરવૈભવ
૪૧. રસીદ ? તમારી પાસે ?” “ હા, હું વકીલ છું, લઢાવવા માટે નહિ, સમાધાન compromise કરાવવા માટે. હું લોકોને લૂંટવા માટે નહિ, ન્યાય બતાવવા માટે છું. અહંકારને પોષવા માટે નહિ પણ ગરીબોને બચાવવા માટે છું.” - પેલો ત્યાં જ બેસી ગયો. “ લિંકન તમારા જે વકીલ તો કે'ક જ મળે. આવા માણસે આવશે તે જ આ ધ ધાની અને સમાજની પતિષ્ઠા વધશે. '
. . જૂઠા માણસોને પક્ષ લેવો, એમને બચાવવા, એમની વકીલાત કરવી એમાં તો પોતાની બુદ્ધિથી માણસ ધીમે ધીમે નીચે અને નીચે ચાલ્યો જાય છે.
પાંચ વર્ષ, પચીસ વર્ષ એવા માણસે પાસે પૈસા ઘણા થઈ જાય છે પણ એ વિચારેના તળિયે બેઠેલા હોય છે. એવા ઘણા ય છે જે પૈસાથી ઊંચા, વિચારોથી નીચા, એમના જીવનમાં સમતોલપણું જ નહિ, સંવાદ વિના તે કાંઈ જીવન છે ? આ માણસ નીચા વિચાર કર્યા કરે, હલકા વિચારમાં આવ્યા કરે તે ધીમે ધીમે એ વામણે જ થાય ને! બહારથી મોટો લાગે પણ અંદરથી વામણો જ હોય. દુનિયા માટે જાણે પણ અંદરથીએ દુઃખી ય દુઃખી હોય. શાંતિ મળતી ન હોય, મનમાં પરેશાની હોય.
| વિચારોમાં સત્ય તત્વ આવવું જોઈએ. તમે સત્યની પડખે ઊભા રહે. દસ ડોલર મળતા હોય કે લાખ મળતા હેય પણ પક્ષ સત્યનો હોવો જોઈએ. અસત્યની દલાલી કરતાં કરતાં માણસ ખુદ અસત્યમય બની જાય છે.
બીજું શુભ તત્ત્વ વિશ્વનું ભલું થાઓ એ વિચારે મને ભૂમિ વિલીરગાહોવી જોઈએ.