________________
આંતરવૈભવ
-
-
- સત્ય અને શુભના સંસ્કારો જ્યારે તીવ્ર બને છે ત્યારે જેમાણસના વિચારે ઊર્ધ્વગામી બને છે અને એને સુંદર તત્વનું દર્શન થાય છે.
માત્ર ચામડીની સુંદરતા જોવાનું કામ તો ગીધડાં પણ કરી શકે. માણસના વ્યકિતત્વમાં, ભાષામાં, વિચારમાં, કર્તવ્યમાં, : જીવનચર્યામાં સુંદરતા દેખાય. પ્રકૃતિના પ્રત્યેક પાસામાં સૌન્દર્ય દર્શન થાય અને એ સુંદરતાને જોઇને આંખ ભીની થાય.
કવિવર ટાગોરે બગીચામાં ફરતાં ફરતાં ખીલેલું ફૂલ જોયું. ફૂલ જોતાં જોતાં એમની આંખ ભીની થઈ ગઈ, “હે પ્રકૃતિ ! તે આ દુનિયાને કેવી સુંદર ભેટ આપી છે. માટીમાંથી ઉત્પન્ન થનારા તત્વમાં સુવાસ, સુકુમારતા અને સૌન્દર્ય છે. એ જ પ્રકૃતિને બાળક હું, મારામાં અશુભ અને બીજા વિચારે કેમ આવી ગયા ? કેમ આવી શકે ?” વિચાર કરતાં કરતાં અશ્રુ ધસી આવ્યાં અને જીવનની કાલિમાને ધાવા લાગ્યાં.
ભગવાન મહાવીર અને બુદ્ધના સમયને પ્રસંગ છે. પ્રસેનજિત રાજાએ સંયમ લેવાને વિચાર કર્યો. બધે ઠેકાણે ફરી ફરીને આવ્યા, સાધુઓને, યોગીઓને મળી આવ્યા. કહ્યું : “મારે સાધુ થવું છે, શ્રમણ થવું છે.” બધા કહે : “થઈ જાઓ.” રાજાએ કહ્યું : “મારી એક શરત છે. જેના આશ્રમનું આંગણું મોટું હશે એને હું શિષ્ય થવાને.”
બિચારા સાધુઓ આ ભાષા ન સમજી શક્યા. એમણે તો આસપાસની જમીન લેવા જ માંડી, ખરીદવા જ માંડી અને પિતાના આશ્રમનાં આંગણુને વિશાળ અને વિરાટ કરવામાં લાગી ગયા.