________________
આંતરધભવ
૨
કે અધાતિ પામતા હાય તેા એ ખીજા કાઇને લીધે નહિ પણ પેાતાના જ કથી, પેાતાની જ ક્રિયાથી પામે છે.
જીવનમાં ઊધ્વગામી કે અધેાગામી બનવાનાં આધાર આપણાં કમ ઉપર છે, ` આપણી કરણી ઉપર છે.
મનુષ્ય એ માત્ર હાડ, ચામ અને લેાહીનું ખાખું નથી, એની પાસે કાઈ દિવ્ય વસ્તુ છે, જેના આંતરવૈભવ અનંત છે. એ વૈભવ તરફ માણસની દૃષ્ટિ જાય, એ વૈભવને જાણે, તે આજ મનુષ્ય પેાતાના કર્મને સામાન્ય, નિમ્ન અને તુચ્છ ગણીને જીવનને નિરાશામય ખનાવી બેઠો છે એને બદલે એ પેાતાના જીવનને સમૃદ્ધ, સુંદર અને આશાવંત ખનાવી શકે.
મેાટા ભાગના માનવીએ પછી એ ઉદ્યોગપતિએ હૈાય કે ધંધાદારી હાય, સહુ પેાતાના જીવનની કરણીને માત્ર વૈતરુ' સમજે છે; જીવન મળ્યું છે તે પૂરું કરવું, કાંઈ ન કરીએ તેા જીવન જાય કેમ ! એમ સમજી પેાતાના જીવનકાર્યને સામાન્ય અને તુચ્છ બનાવી બેઠા છે.
આ આંતરવૈભવની વાત તમને સમજાઈ જાય તે પછી તમારી પ્રત્યેક ક્રિયામાં–ખાવાની હૈાય કે સૂવાની –પરિભ્રમણની હાય કે પ્રવાસની – તમને એમ જ લાગશે કે આ ક્રિયા દ્વારા હું મારા દેહને ટકાવી રાખું છું, જેના વડે હું જીવનપ્રાસાદ નિર્માણ કરી શકુ. જે દેહ દ્વારા પ્રકાશ અને અવકાશને પામી શકું એમ છુ એ દેહની અંદર તેા પ્રભુના પેાતાના નિવાસ છે.
દીનબંધુ એન્ડ્રયુઝ ઇંગ્લૅન્ડની શેરીએ શેરીએ ફરતા અને જે દારૂ પીતા હાય, જુગાર રમતા હૈાય એમને સમજાવવા અને સુધારવા પ્રયત્ન કરતા. લંડનની એક ગલીમાં એક જુગારી દારૂડિયેા હતા જેને સમજાવવા માટે દીનખ ́ધુ રાજ જતા.