________________
.. व्रजत्यधः प्रयात्युचर्नर: स्वग्व कर्मभिः ।
લાવ: Hચ થન: પ્રાગટTY : // રસ્તામાં બે દશ્ય જોયાં. કેટલાક કડિયાએ ભેગા થઈ એક મકાન બાંધી રહ્યા હતા. કેટલાક મજૂરો કૃ દી રહ્યા હતા. બન્ને પોતાનાં તન અને મનને ઉપયોગમાં લઈ રહ્યા હતા પણ બન્નેનાં સર્જન જુદાં હતાં. મકાન બાંધનારા, પ્રાસાદ સર્જન કરનારા કડિયાએ જેમ જેમ મકાન બાંધતા ગયા તેમ તેમ તે ઉપર ને ઉપર, પ્રકાશમાં, આકાશમાં આગળ વધતા ગયા. કૂવો ખોદનારા મજૂરે જેમ જેમ ખાડે છેદતા ગયા તેમ તેમ તે નીચે ને નીચે, અંધકારમાં ઊંડા ને ઊંડા ઊતરતા ગયા. શ્રમ બન્ને કરે છે પણ શ્રમની પ્રેરક રૂપ સાધના ભિન્ન છે અને પરિણામ પણ જુદું છે. એકના શ્રમથી અવકાશમાં જવાય છે, પ્રકાશ પ્રતિ પ્રયાણ છે, સજન થાય છે; બીજાના શ્રમથી ખાડો ખોદાય છે, નીચે જવાય છે, અંધકારમાં જવાય છે.
માણસના જીવનમાં આવું જ કાંઈક જોવા મળે છે. માણસને જે વિચાર છે, કર્મ છે, ક્રિયા છે, વર્તન છે એના વડે ધારે તે પ્રાસાદ બાંધી, અવકાશમાં અને પ્રકાશમાં એ જઈ શકે; અને બીજી રીતે વાળે તો એ ખાડો ખોદી અને ગામી બને છે. મહાપુરુષોએ કહ્યું: ‘રેવ કર્મ માણસ ઊર્ધ્વગતિ