________________
આંતરવૈભવ
૧૧૯
Man is a rational animal. માણસ દરેક વસ્તુને બુદ્ધિથી સિદ્ધ કરી આપવા માગે છે. જે કરે તેને બુદ્ધિથી ન્યાય આપે. જયાં વ્યર્થ તકવાદ છે ત્યાં કમંવાદ કયાંથી ? આ પણ જે કર્મવાદ સમજાય તો મનમાં બીજે જ પ્રશ્ન ઉદ્ભવે.
જે ગઈકાલે ભૂલ કરી, ખરાબ સિબતમાં આવીને કે અજ્ઞાનમાં રહીને કોઈને નુકસાન કર્યું, કમ બાંધ્યું તો આ જન્મમાં ભેગવવું પડે. પણ “ભોગવવું જ પડે” એમ નથી. પશ્ચાત્તાપ અને તપના બળથી એ કમને બાળી પણ શકાય.
- કોર્ટમાં કેસ ચાલ્યો અને ગુનેગારને ફાંસીની સજા ફટકારી દેવામાં આવી. પણ એ શું કર્ટની છેટલી સજા છે ? ના, એની ઉપર વડી અદાલત છે. ત્યાં હારી જાય તે એની ઉપર સુપ્રીમ કોર્ટ છે.
એમ ગયા જન્મમાં જે કર્મ બાધ્યાં એ આત્માની આસપાસ જરૂર બંધાઈ ગયાં. પણ જો એ સુષુપ્ત (dormant) અવસ્થામાં હોય, હજુ એને ઉદય ન થયો હોય તે તે અવસ્થાને અબાધાકાળ કહેવામાં આવે છે. એવી અવસ્થામાં તમે જે પ્રયત્ન કરે, જાગી જાઓ, પ્રબળ પુરુષાર્થ કરે તો એ પાપને ઢગલો કદાચ પુણ્યમાં પણ ફેરવી શકાય.
- ચીકણાં નહિ એવાં કર્મને પુરુષાર્થથી ફેરવીને માનવી જીવન પલટાવી શકે છે.
અમેરિકામાં રોકફેલર Rockfellar એકવાર માંદા પડ્યા. શરીરમાં ખૂબ સણકા મારે. નિષ્ણાતોને બોલાવ્યા, દવાઓ કરી, ઇંજેકશને લીધાં પણ સણકા ઓછા ન થાય. વેંકટનું માનવું હતું કે ઓપરેશન કરવાથી કદાચ આંખ ગુમાવવાનો વારો આવે.