________________
૧૧૮
આંતરવૈભવ
ભગવાને નહિ. ત્યાં ભગવાનની શી જરૂર ? કારણ કે લગ્નેત્સવ છે, શહનાઈઓ વાગવાની છે, મોટાઈ દેખાડવાની છે. વૈભવનું પ્રદર્શન કરવાનું છે, છાતી ફુલાવીને મંડપમાં ફરવાનું છે, દીકરાને બાપ છે ના ?”
પણ જ્યારે કોઇ મરી જાય ત્યારે શું લખે ? “ભગવાનને ગમ્યું તે ખરું.” મરવાની વાત કણ માથે લે ? ન દવા આપનારે માથે લે, ન ઈજેકશન આપનારો માથે લે, ન સ્નેહી લે કે ન મિત્ર . કઈ કહેતાં કેઈ ન લે. બધાં એક અવાજે કહે, ‘ભગવાનને ગમ્યું તે ખરું.'
જન્મોત્સવમાં, લગ્નમાં; આરંભ સમારંભમાં પિતાનું નામ અને મૃત્યુ થાય ત્યાં કાળોત્રીમાં બિચારા ભગવાનનું નામ !
કેમ ભાઈ ? ભગવાનને આવી રીતે વરચે કેમ લાવે છે? અને તે પણ ખરાબ કામમાં ?
મુસીબત આવે; દુઃખ આવે કે આપત્તિ આવે ત્યારે ભગવાન ક્યાં દૂર છે ?
પૂછે: “પૈસા કેમ કમાય ?” કહેઃ “Business Administration special course લીધે હવે, ઘણું હુંશિયારી અને આવડતથી ધંધે કર્યો તો પૈસે આવ્યો.”
જ્યારે દેવાળું ફૂકે ત્યારે પૂછો: “દેવાળું, કેમ કાઢયું ?” કહેઃ “ભગવાને કઢાવ્યું, હું શું કરું ?”
ભગવાનને બોલાવે પણ જરૂર પડે ત્યારે જ. .
ભગવાનને યાદ કરો જ છે તે બધાથી એની ઉપાસના નહિ કરો ? પણ માણસને ભગવાનમાં શ્રધ્ધા નથી, જરૂર પૂરતો એનો ઉપયોગ જ કરે છે. એ તો ભગવાનને પણ છેતરી શકે છે.