________________
૧૨૦
આંતરવૈભવ
આશ્વાસન આપવા સહુ આવે પણ દર્દમાં ભાગ લેણ પાડે ? એક રાત્રિએ જયારે સ્નેહીઓ અને સ્વજને શાંતિથી ઊંઘી ગયા હતા ત્યારે રોકફેલર દર્દથી ખૂબ પીડાતા હતા. એમને વિચાર આવ્યો?
“માનતો હતો કે ધનથી દુનિયાને મુકાવી શકાય છે, આખા વિશ્વને ચરણે નમાવી શકાય છે પણ એ જ ધન મારું શારીરિક દુઃખ દૂર નથી કરી શકતું: સણકા મારે છે અને મારું માથું ફાટી જાય છે. હવે શું કરું ? સંહન થતું નથી.
જે મારું ધન મને આવા દુઃખમાંથી બચાવી શકતું નથી તો ધન પાછળ મારે ઘેલા થઈ શાને મરવું ?”
" મનમાં સંકલ્પ કર્યોઃ જો હું સારો થાઉં તે ગરીબ માટે મોટામાં મોટી હૈસ્પિટલ ખેલું. હું ધનપતિ છું એટલે દવાઓ લઈ શકું છું ઊંઘની ગોળીઓ ખરીદી શકું છું. અને થોડા સમય માટે દર્દને વિસરી શકું છું. પણ જેમની પાસે કઈ જ સાધન નથી એ કેવા તરફડતા હશે ? .
પ્રાર્થના કરી, અંદર રહેલી આત્મશકિતને જાગૃત કરી, સબળ સંકલ્પ કર્યો અને જીવનમાં પલટો આવ્યો.
અંદરથી સંક૯૫નું ચક્ર ફરે અને આસપાસના વાતાવરણમાં પલટે આવી જાય, સંકલ્પવાળા પુરુષો જ મહાન બન્યા, એ દુનિયામાં અદ્ભુત પલટે લાવી શકયા.
રોકફેલરે સંકલ્પ કર્યો હું સારે થાઉં અને લોકોની સેવા કરું, લોકો માટે પૈસા ખરચું, સંસ્થાઓ ખેલું.
સવાર પડી અને રેકફેલરે છૂટે હાથે દાન દેવાનું શરૂ કર્યું. એના નામે ચાલતી સંસ્થાઓ આજે વિશ્વવિખ્યાત છે.