________________
આંતરવૈભવ
હું વિશ્વશાળાને છાત્ર છું, અભ્યાસ કરવા માટે ઉત્સુક છું. પછી જુઓ તમારું મન કેવું ગ્રહણ કરે છે, તમારી સ્મરણશક્તિ કેવી વધે છે !
પછી તમે કેડિયાને નહિ, તને જોતા થશે. જ્યત પીળી કે કાળી નથી. જયોતને કઈ રંગ નથી. દુનિયામાં ગમે
ત્યાં જાઓ, દી સળગાવે પણ તને રંગ એક જ હશે. હિંદુસ્તાનને માણસ હોય, કે આફ્રિકાને પણ બધા એક જ જાત લઈને બેઠા છે. ચીમનીઓ જુદી જુદી હોઈ શકે છે, એ ચીમનીઓ ઉપર રંગ (colours) જૂદા જૂદા ચઢી શકે છે.
જે જાતનું તેલ અંદર બળે છે એ જાતના રંગ ઉપર ચઢતા જાય છે.
આત્માનું આનંદ સ્વરૂપ કદી પાપ સ્વરૂપ નથી બની શકતું. પાપ સ્વરૂપ કોણ બને છે? મન. મનને લીધે જીવનમાં પાપવૃત્તિ પ્રવેશે છે અને એને લીધે લઘુતાગ્રંથિ (inferiority complex) બંધાય છે. - બહેને નાની હોય ત્યારથી જ એમના મનમાં ભરવામાં આવે છે કે આપણે છોકરીની જાત કહેવાઈએ, આપણાથી આ ન થાય, આપણી ચારે બાજુ ભય છે. એ બાઈ પચાસ, સાંઠા કે સિત્તેર વર્ષની થાય તો પણ એમ જ માને કે આપણે તે સ્ત્રીની જાત, નબળી જાત કહેવાઈએ. - સીતાએ રાવણ જેવા રાવણને કે જવાબ આપેલો! એ પણ સ્ત્રી હતી, પણ તે જમાને સ્વીકારને પુરુષ સ્ત્રીને નહી પણ સ્ત્રી પુરુષને પસંદ કરતી. , -
રાવણે સીતાને કહ્યું : “વિધિએ ભૂલ કરી કે તારા જેવી રૂપરમને જંગલમાં ફરનારા રામ જેવાને સોંપી દીધી. તારે