________________
૬૮
આંતરવૈભવ
પાંદડાં ઉપર સૂવાનું હોય ? વલ્કલ પહેરવાનાં હેચ ? ફળ ખાવાનાં અને જંગલમાં જીવવાનું હોય ? આ વિધિની ભૂલને હું સુધારવા માગું છું. તને સેનાની લંકાથી શૈભવીશ, સુંદર વસ્ત્રો અને ઉત્તમ ભેજનથી સત્કારીશ, તને સામ્રાજ્યપદે મહારાણું કરી બેસાડીશ.”
સીતાએ શું કહ્યું? “રાવણ તને ખબર નથી, તું કાગડો છે. એઠું કોણ ખાય ? કાગડા અને કૂતરાં. તું એઠું ખાવા. નીકરાયો છે. તારી જાતને તું રામની સાથે સરખાવે છે ? તારી બહેન શૂર્પણખાએ આવીને રામને ઘણી વિનંતી કરી પણ રામે એની સામે પણ નથી જોયું. રામ જંગલમાં ફરે છે, જમીન ઉપર સૂએ છે, પણ એંઠવાડ નથી ખાતા. રાવણ, તું વામણ છે, રામ વિરાટ છે.”
રાવણને ચેલેન્જ કરવાની શક્તિ ક્યાંથી આવી? આ અંદરની શકિત છે, આપણા બધામાં છે.
તમે જે આવા નહિ બનવા માગો તે તમને કઈ બનાવી શકે એમ નથી. આપણે જે આપણી ચીમની નહિ માંજીએ તે કોઈ આવીને માંજી શકે એમ નથી.
આપણે સ્વાધ્યાયમાં, પ્રવચન શ્રવણ કરવામાં, ધ્યાન ધરવામાં શું કરીએ છીએ ? ચીમની તરફ નહિ, એકલી જત તરફ એકાગ્ર બનીએ છીએ. એની ઉજજવળતાને ખ્યાલ આવે છે.
ઘણાખરા માણસો આત્માની આ તેજોમય તને જોઈ શકતા નથી, એના સામે ઊભા રહી શકતા નથી.
લોકો શરીરને ધૂએ છે પણ મનથી શરૂઆત કરે તો બહુ મજા આવે. વ્યાખ્યાન પહેલાંની આપણી આ પ્રાર્થના મન દેવા માટે છે.