________________
૧૦૮
આંતરવૈભવ
કયાં પહોંચવાનું છે એ ખબર નથી તેમ છતાં મુસાફરી. ચાલુ છે, ખડકાની વચ્ચે થઈને, મોટાં જાઓ અને તોફાની , વચ્ચે ચાલી જ જાય છે. એને કપ્તાન કે ગાફેલ છે ! પ્રમાદમાં કે ચકચૂર છે ! કહે છે: “ જયાં જાય ત્યાં જવા દો. કોઈ બંદર મળી જાય તે ઠીક છે. નહિ મળે તે કોઈ ખડકની. સાથે અથડાઈને યાત્રા પૂરી કરીશું. ભગવાન કરશે તે ખરું. ઇશ્વર-ઈચ્છા બલિયસિ, તકદીરમાં લખ્યું હશે તે થશે.”
ભગવાન જેમ કરશે તેમ જ બે કરવાનું હોય તે પછી તું શું કરવાનો? તે કહેઃ “હું તે જે ગોરખધંધા કરી રહ્યો છું, અસત્ય બોલી રહ્યો છું, લોકોને શીશામાં ઉતરી રહ્યો છું; સાચા-ખોટાં કરી, બનાવટ કરી પૈસા ભેગા કરી રહ્યો છું એ જ કરવાને.” “ તારા જીવનનું શું ?” તે પાછો કહેશેઃ ભગવાન જાણે.”
આ નાદાન કપ્તાન આટલેથી નથી અટકતો. કહે છેઃ ભગવાને જે રીતે ગોઠવ્યું હશે એ પ્રમાણે થશે. વિધિના લેખો તે કંઈ બદલાતા હશે ?” જાણે, વિધિના હાથમાં બધું છે અને માણસના - હાથમાં કાંઈ નહિ! માણસે પિતાને કે અર્થહીન માનતો. થઈ ગયો છે!
સાવ ઘસાઈ ગયેલાં, નિર્બળ વાકયો બોલતાં બોલતાં માણસ પોતાને પુરુષાર્થ ગુમાવી બેસે છે, બલહીન બની જાય છે.
જીવનયાત્રા જે આ રીતે જ પૂરી કરવાની હોય, નિરાશાનાં વાકય જ જે બોલવાનાં હોય તો જેને શસ્ત્રો છેદી શકતાં નથી, પાણું ભીજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી અને પાવક બાળી શકતું નથી એવા અંદર બૅઠેલા જોતિ સ્વરૂપ આત્માની શકિતને કોઈ અર્થ જ નથી !
આનંદમય, સુખમય, શાશ્વતમય એવો સમર્થ કપ્તાન