________________
૧૧૬
આંતરવૈભવ
વાયડી વસ્તુ ખાધી હોય, વાલ ખાધા હોય અને ખાઈને આરામથી કહે કે જુઓ, મેં વાલ ખાધા, ઉપરથી ઈલાયચી પણ ખાધી, છતાં મારા ઉપર વાલની કોઈ અસર થઈ ? ભાઈ! હમણ અસર નહિ થાય પણ ચાર- છ કલાક જવા દે. ધીમે ધીમે એ જ્યારે તારા શરીરમાં પ્રસરશે, પછી જે વાયુ ઊભો થશે, જે હેરાનગતિ ઊભી થશે તે તું જેજે.
એમ માણસ જે અશુભ કરે છે એની તરત અસર નથી થતી, એને પણ આત્મપ્રદેશની સાથે મળી વિપાકને સમય પરિપકવ થવા માટે થોડો સમય લાગે છે. પછી જ એનું પરિણામ (result) જણાય છે.
ઘણીવાર આ જન્મમાં કરેલું કર્મ ધીમેધીમે પ્રસરતાં આવતા જન્મમાં એની અસર જણાય છે.
શું સાંજે સૂતા પહેલાં લીધેલી ઊંઘની ગોળી .ઊંઘી ગયા. પછી વધારે ઊંઘ નથી આપતી ?
હા, કોઇકવાર કમ તીવ્ર હોય તો આ ભવમાં પણ એની અસર જણાય.
દરેક કર્મ પોતપોતાની રીતે, પોતાના સ્વભાવ પ્રમાણે વ્યકત થાય છે, ઉદયમાં આવે છે. કોઈને રૂપ મળે તે પૈસે નથી મળતો અને જેને ધનની રાશિ મળે એનાથી રૂ૫ રિસાઈ જાય છે. .
એક યુવાન કરોડપતિને કહેતા સાંભળેલા, “મારે માથે આ ટાલ પડી ગઈ છે, હવે wig પહેરી પહેરીને થાકી ગયે. જે કોઈ મારે માથે વાળ ઉગાડે તે એક લાખ રૂપિયા આપી દઉં.”
કોઈની પાસે રૂપ છે તે કેઈની પાસે ચાતુર્ય છે; કેદની