________________
આંતરવૈભવ
જેવું હોય છે. “મહારાજ અમે સંતાને પગે પડીએ છીએ કારણ કે અમને મનમાં થાય છે કે અમારું જીવન ખરાબ છે. અમે લોકોને લૂંટીએ છીએ કારણ કે એ બીજાને લૂંટે છે. એ લોકે શહેરમાં લૂંટે છે તો અમે એમને જંગલમાં લૂંટીએ છીએ; એ લેકે દિવસે લૂંટે છે તો અમે એમને રાતના લૂંટીએ છીએ. પણ ત્યાગના માર્ગને જોઈને અમારા હૃદયમાં અહોભાવ જાગે છે.” ચેર જેવા ચોરને પણ આ અનુભૂતિ છે, જે સારી વસ્તુને ચાહે છે.
દુનિયામાં તમને એવું કોઈ માણસ નહિ મળે જેના જીવનમાં એકવાર પણ આંતરવૈભવના અનુભવની સુંદર અભીસા ન જાગી હોય ! આ અભીસાને જ આપણે જગાડવાની છે, પ્રદીપ્ત કરવાની છે. આ અભીસાને જેમ જેમ ખાતર મળતું જાય, સિંચન મળતું જાય તેમ તેમ એ વધારે ને વધારે પ્રદીપ્ત અને પ્રોજજવલિત બને છે. પ્રદીપ્ત અને પ્રજવલિત અભીસા એ જ આપણા સમગ્ર જીવનની આશાનું દૃષ્ટિબિંદુ છે.
જીવનનું દયેય જડી જાય તે જે જીવન જીવે છે એમાં સતત અભીપ્સાની શિખા વધતી જ જાય. “મારામાં છુપાયેલો જે આંતરવૈભવ છે એને હું કઈ રીતે પ્રગટાવું !”
આપણામાં જે સુંદર તત્ત્વ છે, એ ભૂલાઈ ગયું છે. દુનિચાની તુચ્છ વસ્તુઓ સાથે માનસિક રીતે એવા જોડાઈ ગયા છીએ કે એ જોડાણ અને ટેવને કારણે જે પરમજીવન આપણને દેખાવવું જોઈએ અને એની સાથે સંબંધ જોડા જોઈએ એ આપણે જોડી શકતા નથી.
લગનું જોડાણ વિદ્યુતપ્રવાહથી જુદું પડી જાય તો બબ હોવા છતાં ત્યાં પ્રકાશ થતો નથી. પ્લગ જ્યારે મહાન વિદ્યુત