________________
• આંતરવૈભવ
પર્વ હોય એ વખતે વાદળાં આવી જાય તો એ દુઃખી દુઃખી થઈ જાય. હવે આખું reception બગડી જવાનું. તારું એકનું reception બગડી જવાનું, પણ બધા લેકેનું conception સુધરી જવાનું. વર્ષાની લો કે તે પ્રતીક્ષા જ કરતા હોય છે.
માણસ જ્યાં સુધી આમ બહારની નાની નાની વાતો પર કૂદાકૂદ કરે ત્યાં સુધી એ કઈ પણ સાધનમાં, સગવડમાં કે સંજોગોમાં સુખી નહિ બની શકે.
એક ભિખારી એક ઝાડના નીચે એક જ ઠેકાણે બેસીને એકવીસ વર્ષથી ભીખ માગતો હતો. એના મનમાં હતું કે હું એક દિવસ આમ કરતાં પૈસાદાર બનીશ, મોટર લાવીશ અને ગાડીમાં બેસીને ગામના લોકોને lift આપીશ. - એક દિવસ ભિખારી મરી ગયો. ગામડું હતું, બધા ભેગા થયા. બધાએ કહ્યું: આ જગ્યાએ, આજ પથરા ઉપર બેસીને એણે એકવીસ વર્ષ સુધી ભીખ માગી છે, તે હવે એને આ જ જગ્યાએ દાટીએ. એને દાટવા ઊંડે ખાડો ખોદયો તો એ જ પથ્થરના નીચેથી મોટો ખજાને નીકળ્યો ! - જે જગ્યાએ બેસીને એકવીસ વર્ષ સુધી સુખનાં ફાફા માર્યા, પૈસા માટે વલખાં માર્યા અને મરી ગયો ત્યાં જ ખજાને હતો. જરાક ખોદયો હોત તો આ ખજાનો એને જ મળત.
ઘણા માણસો સુખ અને શાંતિના ખજાના ઉપર જ બેઠેલા હોય છે. ઉપર બેસીને રોજ વિચારેઃ “એક દિવસ હું જરૂર શાંતિ મેળવીશ. I shall live a happy life - બિચારે સુખના સ્થાન (spot) ઉપર બેસીને સુખની ભીખ માગ્યા કરતો હોય છે. જિંદગીભર સુખ, સુખના વિચાર કરતો.