________________
આંતરવૈભવ
૪૯ દષ્ટ લાવવાની છે. ભગવાન સ્વરૂપ એવો હું આત્મા, પાપી કેમ?
ભગવાન મહાવીરે કહ્યું તું ભગવાન છે. તું ભૂલી ગયો છે એટલે બીજી રીતે આચરી રહ્યો છે. તું ભગવાન છે એ જે યાદ કરીશ, સમજી લઈશ તે તું નિર્બળતામાંથી ઊભો થઈશ. માણસ ઉપર લદાયેલા ખેટા સંસ્કાર, અણસમજભરી માન્યતાઓ અને ન સમજાય એવા ભયથી એ પાપી ન હોવા છતાં પોતાને પાપી માને છે.
જે પોતાની જાતને પાપી માને છે એ ગમે તેટલી ડૂબકીઓ મારે તો પણ ઉજજળ, નિર્મળ, સ્વચ્છ અને પવિત્ર નહિ બની શકે.
જે કાળા ચશમા પહેરે એને આખું જગત કાળું દેખાય છે.
આજે પાપના ભયના માર્યા સહુ મરી રહ્યા છે. તાવ આવે તો ટી. બી. ને વિચાર, ગળામાં દુખે તો કેન્સરને વિચાર આવે.
જાગૃત બને, ચેતતા ભલે રહે પણ ભયભીત ન બને. ભયને લીધે જિદગીમાંથી આશા અને ઉત્સાહ ચાલ્યાં જાય છે અને જે કરવાનું છે એ જ રહી જાય છે. - સારામાં સારે માણસ નકારાત્મક વિચારોથી હતાશ બને છે. એ જોતીષીને જન્મોત્રી બતાવે. જ્યોતીષી કહે કે તમારી ગ્રહદશા ખરાબ છે, પેલો નિરાશ થઈને આવીને બેસી જાય. પૂછેઃ કેમ ? કહે હમણાં કંઈ જ નથી કરવું, stars against છે.
પિતાની ઈચ્છાશક્તિ (willpower) ગુમાવી દીધી, પિતાનાંમાં જે શ્રદ્ધા હતી એ ગુમાવી દીધી. ધીમે ધીમે ભયને લીધે, નિર્બળતાને લીધે એ ખલાસ થતો જાય છે. જતાં જતાં