________________
૫૦
આંતરવૈભવ
દુનિયાને પણ એ ચેપ આપતો જાય છે. જે નિર્બળ છે એ માત્ર ખુદ નિબળ નથી પણ આખા ઘરને, સમાજને, પ્રજાને નિર્બળ બનાવે છે. - પાપી છું, હું દુઃખી છું, મને ભય છે; આ રગ ભયંકર છે. આ ચેપી રોગ છે.
એ યાદ આપવા માગું છું કે તું આનંદમય છે પણ તારા આનંદમય સ્વરૂપ ઉપર આવરણ છે. આનંદ તારામાં છે પણ તું તો નથી કારણ કે તે દુઃખને પછેડે આવ્યો છે. તારા મનમાં, તારા વિચારોમાં, તારી ભાવનાઓમાં સતત દુઃખ, દુઃખ અને દુઃખને જ પડછાય છે.
માણસ જે જાતના વિચારો અંદર કરે છે તેવું ધીમે ધીમે બહાર થઈ જાય છે. ચિત્રકારના મનમાં અંદર હબસીની વિચારરેખા હોય તો એના ચિત્રમાં હબંસી સિવાય બીજું કાંઈ નહિ હોય. જે Mona Lisaના વિચાર કરે છે એના ફલક ઉપર Mona Lisaનું રહસ્યમય સૌંદર્ય અને સ્મિત આવ્યા વિના નહિ રહે.
એમ જેના મનમાં દુઃખનું જ ચિત્ર છે એ સુખી બને કેવી રીતે ? હજારે ડોકટરે આવે, માનસશાસ્ત્રના નિષ્ણાતો આવે કે પછી ફિલસૂફો આવે પણ એ કહે કે હું દુઃખી છું.
એ શું કરે ? - હા, કદાચ એને ઈંજેકશન દઈને એ બેભાન કરી શકે. એટલીવાર એ ભૂલી જાય, એને આરામ મળે પણ જેવો એ જાગે કે તરત વિચારે કે હું દુઃખી છું.
દુઃખને વિચાર માણસના મનમાં ઘર કરી ગયો છે. એ વિચારને કાઢવા માટે એની સામે સારો વિચાર મૂકવાને